રોકાણકારો માટે બે IPO કમાણીની તક લાવ્યા છે. પેહલો IPO એમી ઓર્ગેનિક્સ(Amy Organics)નો છે અને બીજો વિજયા ડાયગ્નોસ્ટિક્સ(Vijaya Diagnostic) છે. રોકાણકારો 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી બંને IPOમાં રોકાણ કરી શકે છે. આ આઈપીઓની લિસ્ટિંગ 14 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. કંપની કેવી છે અને નાણાંનું રોકાણ કરવું કે નહીં તે નિર્ણય લેવા માહિતી માટે તમે અહેવાલ વાંચી શકો છો.
Amy Organics IPO
Price Band : Rs 603-610
From when to : 1st to 3rd September
Lot Size : 24 Shares
Minimum investment : Rs 14,640
Estimated listing : September 14
Vijaya Diagnostic IPO
Price Band : Rs 522-531
From when to : 1st to 3rd September
Lot Size : 28 Shares
Minimum investment : Rs 14,868
Estimated listing : September 14
એસ્કોર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ આસિફ ઇકબાલ કહે છે કે કંપનીઓ સારી છે. કંપનીઓનું બિઝનેસ મોડલ પણ સારું છે પરંતુ આ કંપનીઓના પ્રાઇસ બેન્ડ તેમના ક્ષેત્રની અન્ય કંપનીઓની તુલનામાં મોંઘા છે. આવી સ્થિતિમાં બંને કંપનીઓમાં નાણાંનું રોકાણ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. આ ઉપરાંત કેટલાક અન્ય નિષ્ણાતોએ પણ બંને IPO પર ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને કહ્યું છે કે લાંબા ગાળા માટે નાણાંનું રોકાણ કરી શકાય છે.
એમી ઓર્ગેનિક્સ
એમી ઓર્ગેનિક્સ સુરત સ્થિત કંપની છે જે સ્પેશિયલ કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની રચના વર્ષ 2004 માં કરવામાં આવી હતી. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં અનેક અદ્યતન ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને API છે. અત્યાર સુધી કંપનીએ લગભગ 450 ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ વિકસાવી છે. એમી ઓર્ગેનિક્સના વિદેશમાં ગ્રાહકો પણ છે. કંપની અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, ઉત્તર અમેરિકા વગેરેને તેના API પૂરા પાડે છે. પોર્ટફોલિયો મજબૂત છે.
વિજયા ડાયગ્નોસ્ટિક
વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.
ગ્રે માર્કેટ પ્રીમિયમ
1 સપ્ટેમ્બરના રોજ એમી ઓર્ગેનિક્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 130 રૂપિયા પ્રતિ શેર છે. અગાઉ 27 ઓગસ્ટના રોજ એમીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયા હતું. બીજી તરફ વિજય ડાયગ્નોસ્ટિકસની ગ્રે માર્કેટ પ્રીમિયમ ૧૬ રૂપિયા આસપાસ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : ભારતની નવરત્ન કંપનીઓને વેચવાની કોઈ તૈયારી નથી, સરકારે વિપક્ષને આપ્યો જવાબ