સોમવારે 15 નવેમ્બરના રોજ શેરબજારમાં વધુ ૩ કંપની લિસ્ટેડ થવા જઈ રહી છે. પોલિસીબજાર(policybazaar) ઓપરેટર PB Fintech , સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sigachi Industries Limited) અને S.J.S. Enterprises Limited ના શેર્સ લિસ્ટ થશે.
PolicyBazaar
પોલિસીબજાર ઓપરેટર PB Fintech એ પબ્લિક ઑફર (IPO) ના શેર ફાળવણીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન પોલિસીબઝારના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પોલિસીબઝારના IPO ને 1 થી 3 નવેમ્બર દરમિયાન 16.59 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અનુસાર રોકાણકારોએ IPO પર 3,45,12,186 શેરની સામે 57,23,84,100 શેર માટે બિડ કરી હતી. સંસ્થાકીય ખરીદદારો માટે 24.89 ગણું સબ્સ્ક્રિપ્શન હતું. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન 86.51 ગણું અને છૂટક રોકાણકારો (RIIs) માટે 80.49 ગણું હતું.
છેલ્લા કેટલાક દિવસોમાં પોલિસીબજારના અનલિસ્ટેડ શેરના મૂલ્યમાં ઘટાડો થયો છે. IPOની જાહેરાત દરમિયાન પોલિસીબઝારનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આશરે રૂ 300 હતું. જો કે ગુરુવાર, 11 નવેમ્બરના રોજ પોલિસીબજાર IPO GMP ઘટીને રૂ.60 થયો હતો.
ISIN : INE417T01026
BSE Code : 543390 (B Group)
NSE Symbol: POLICYBZR (EQ Series)
Face Value : ₹ 2
IPO Price : ₹ 980
Sigachi Industries
સિગાચી ઇન્ડસ્ટ્રીઝ (Sigachi Industries IPO) ના શેરની ફાળવણી પણ થઇ રહી છે. કંપનીનો IPO 3 દિવસમાં 101.91 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીનો IPO 1 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને 3 નવેમ્બરે બંધ થયો હતો. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 161-163 નક્કી કરી હતી. IPOને 54,89,47,440 લાખ શેર માટે બિડ મળી છે.
ISIN : INE0D0K01014
BSE Code : 543389 ( T Group)
NSE Symbol: SIGACHI ( BE Series)
Face Value : ₹ 10
IPO Price : ₹ 163
SJS Enterprises
આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહ્યો હતો. IPOનું કદ રૂ. 800 કરોડ છે જેમાંથી કંપની પહેલેથી જ રૂ 240 કરોડ એકત્ર કરી ચૂકી છે. 29 ઓક્ટોબરના રોજ એન્કર રોકાણકારો તરફથી. SJS એન્ટરપ્રાઇઝે IPO માટે રૂ. 531-542ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઈસ્યુમાં માત્ર ઓફર ફોર સેલ (OFS) હશે. નિષ્ણાતોએ કહ્યું હતું કે રોકાણનો અભિગમ લાંબા ગાળાનો હોય તો તમે તેમાં નાણાંનું રોકાણ કરી શકે છે ફક્ત લિસ્ટિંગ લાભો શોધી રહેલા લોકોએ આને ટાળવું જોઈએ.
ISIN : INE284S01014
BSE Code : 543387 ( B Group)
NSE Symbol: SJS ( EQ Series)
Face Value : ₹ 10
IPO Price : ₹ 542
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો