આ લાઈફસ્ટાઈલ કંપની લઈને આવી રહી છે IPO, 4 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય

|

Jan 23, 2022 | 7:46 AM

FabIndia તેની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) દ્વારા રૂ. 4,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીએ શનિવારે માર્કેટ રેગ્યુલેટર સેબીને અરજી કરી છે.

આ લાઈફસ્ટાઈલ કંપની લઈને આવી રહી છે IPO, 4 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય
LIC IPO

Follow us on

લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ કંપની ફેબ ઇન્ડિયા (Feb India)ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 4,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીએ શનિવારે માર્કેટ રેગ્યુલેટર સેબીને અરજી કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી માટે સબમિટ કરાયેલ ડ્રાફ્ટ દરખાસ્ત અનુસાર, આ ઓફરમાં રૂ. 500 કરોડના નવા શેર જાહેર કરવામાં આવશે. આ સિવાય ફેબઇન્ડિયા 2,50,50,543 જૂના શેરનું વેચાણ પણ ઓફર કરશે.

પીટીઆઈના જણાવ્યા અનુસાર, બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ફેબઈન્ડિયા આ આઈપીઓથી રૂ. 4,000 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. કંપનીના વ્યવસાય સાથે નજીકથી સંકળાયેલા કલાકારો અને ખેડૂતોને કંપનીના પ્રમોટર્સના સાત લાખ શેર રજૂ કરવાની પણ યોજના છે.

IPO પરના ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે કંપની અથવા તેની પેટાકંપનીઓ સાથે સંકળાયેલા અમુક ખેડૂતો અને કલાકારો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ફેબઈન્ડિયાના બે પ્રમોટર્સ બિમલ નંદા બિસેલ અને મધુકર ખેડા તેઓને અનુક્રમે 4,00,000 શેર અને 3,75,080 શેર આપવા ઈચ્છે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ સિવાય એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની અન્ય એક કંપની શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદાણી વિલ્મરનો IPO આ મહિને આવશે. અદાણી વિલ્મરનો IPO રૂ. 3600 કરોડનો હશે અને તે 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

આ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને વિલ્મર ઈન્ટરનેશનલનું સંયુક્ત સાહસ છે. રિપોર્ટ અનુસાર, અદાણી વિલ્મર IPO માટે ઇશ્યૂ પ્રાઇસ રૂ. 218-230 હશે, જ્યારે કંપનીનું મૂલ્યાંકન રૂ. 26287 કરોડ આંકવામાં આવ્યું છે. આવતા મહિને દવા બનાવતી કંપની Emcure ફાર્માસ્યુટિકલ્સ રૂ. 5000 કરોડનો IPO લઈને આવશે.

IPO શું છે?

હવે ચાલો સમજીએ કે IPO શું છે. ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) એ બજારમાંથી મૂડી એકત્ર કરવાનો એક માર્ગ છે. જ્યારે કંપનીઓને નાણાંની જરૂર હોય છે, ત્યારે તેઓ પોતાની જાતને શેરબજારમાં સૂચિબદ્ધ કરે છે. કંપની તેની જરૂરિયાત મુજબ IPO દ્વારા પ્રાપ્ત રકમ ખર્ચે છે. આ ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા અથવા કંપનીની વૃદ્ધિ વગેરે માટે થઈ શકે છે. સ્ટોક એક્સચેન્જો પર શેરની સૂચિ કંપનીને તેના શેરનું વાજબી મૂલ્યાંકન મેળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: જલ્દી જ 1 હજાર શહેરોમાં 5G લોન્ચ કરશે Jio, ચાલી રહી છે યુદ્ધના ધોરણે તૈયારી

આ પણ વાંચો: Viral: સાપ અને ઉંદર વચ્ચે જામી જોરદાર લડાઈ, અંતે ઊભી પૂછડીએ ભાગ્યો સાપ

Next Article