IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

|

Nov 14, 2021 | 8:36 AM

સતત તેજીના વાતાવરણના કારણે બજારમાં આવતા દરેક IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક IPO ને અનેક ગણા સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા છે. ખુબ ઊંચી બોલી મળવાને કારણે ઘણા લોકો પૈસા રોક્યા પછી પણ હાથ કઈ લાગતું નથી.

IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે
AGS Transact IPO આજે ખુલ્યો છે.

Follow us on

IPO Investment Tips: આઈપીઓ માર્કેટની આ સિઝનમાં રોકાણકારોએ ખૂબ સારી કમાણી કરી છે. વર્ષ 2021 ના ​​IPO માર્કેટ પર નજર કરીએ તો ઘણા નવા સ્ટોક લિસ્ટેડ થઇ રહ્યા છે જેણે ડબલ અથવા ટ્રિપલ રિટર્ન આપ્યું છે.

સતત તેજીના વાતાવરણના કારણે બજારમાં આવતા દરેક IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક IPO ને અનેક ગણા સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા છે. ખુબ ઊંચી બોલી મળવાને કારણે ઘણા લોકો પૈસા રોક્યા પછી પણ હાથ કઈ લાગતું નથી. તેઓ શેર હાંસલ કરવામાં અસમર્થ રહે છે.

અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમારા શેર મેળવવાની શક્યતા વધી જશે. આ માહિતી વિવિધ બ્રોકરેજ હાઉસની વેબસાઇટ પરથી લેવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક નામથી મલ્ટીપલ એપ્લિકેશન
એક જ નામ સાથે વધુવખત અરજી કરશો નહીં. એક IPO માત્ર એક જ વાર એક PAN નંબર સાથે અરજી કરી શકાય છે. જો તમે એક જ PAN સાથે મલ્ટીપલ અરજીઓ કરો છો તો તે અમાન્ય ગણવામાં આવશે.

પરિવારના સભ્યના નામે અરજી
આ એક સારો વિચાર છે. જો આઈપીઓ સારો લાગતો હોય તો તમે તમારા નામે, તમારી પત્નીના નામે, તમારા પુખ્ત બાળકના નામે અને તમારી માતા અથવા પિતાના નામે અરજી કરી શકો છો. આ સાથે વિવિધ પાન નંબર હોવાથી ફાળવણીની શક્યતા વધે છે. આ પ્રયાસ મલ્ટીપલ એપ્લિકેશન ગણવામાં આવશે નહિ.

લોઅર અને અપર પ્રાઇસ બેન્ડનું ગણિત
IPO માં હંમેશા અપર પ્રાઇસ બેન્ડમાં નાણાંનું રોકાણ કરો. ધારો કે ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂ 445 થી રૂ 554 છે. જો તમે રૂ 445 પર દાવ લગાવ્યો અને ડિસ્ક્વર્ડ પ્રાઇસ 554 છે તો તમારી અરજી નામંજૂર કરવામાં આવશે.

વધુ લોટ ખરીદો
સામાન્ય રીતે લઘુતમ લોટ 15 હજાર રૂપિયા સુધી અને મહત્તમ 2 લાખ રૂપિયા સુધી હોય છે. જો તમને વધુ લોટ પરવડી શકે તો તે ખરીદો. તેનાથી શેર ફાળવવામાં આવે તેવી શક્યતા વધી જાય છે.

જલ્દી IPO પર સબ્સ્ક્રાઇબ કરો
સામાન્ય રીતે આઈપીઓ 3 દિવસ માટે ખુલ્લો રહે છે. પહેલા કે બીજા દિવસે તેમાં નાણાં રોકવાનો પ્રયત્ન કરો. છેલ્લા દિવસે સબ્સ્ક્રાઇબ કરવા માટે રાહ ન જુઓ.

 

આ પણ વાંચો :  પેંશનર્સ માટે અગત્યના સમાચાર : વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર અટકી શકે છે પેન્શન, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Published On - 8:33 am, Sun, 14 November 21

Next Article