IPO Allotment Status : Devyani International IPOના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

|

Aug 10, 2021 | 9:23 AM

જો તમે પણ આ શેર માટે અરજી કરી હતી તો તમારા ખાતામાં શેર આવ્યા છે કે નહીં તે જાણવા તમે ઉત્સુક હશો. શેરની સ્થિતિ કેવી રીતે ચકાસવી એ અંગે માહિતી ન હોવાથી સમસ્યા ઉભી થાય છે . તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ પર આ બેમાંથી કોઈપણ રીતે તમારા શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો.

સમાચાર સાંભળો
IPO Allotment Status : Devyani International IPOના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?
Devyani International IPO Allotment Status

Follow us on

જો તમે ભારતની KFC, Pizza Hut और Costa coffee ની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી કંપની Devyani International ના IPO માટે પણ અરજી કરી હતી તો આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ શેર તમારા ડીમેટ ખાતામાં આવી શકે છે. દેવયાની ઇન્ટરનેશનલ આઇપીઓ(Devyani International IPO) કંપનીનો આઇપીઓ લગભગ 116.71 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ગ્રે માર્કેટમાં આ શેરની વાત કરીએ તો તે 151 રૂપિયા થઈ ગઈ છે જે ઈશ્યૂ પ્રાઈસ કરતા લગભગ 68 ટકા વધારે છે. કંપનીનો સ્ટોક 16 ઓગસ્ટના રોજ બજારમાં લિસ્ટ થઈ શકે છે.

જો તમે પણ આ શેર માટે અરજી કરી હતી તો તમારા ખાતામાં શેર આવ્યા છે કે નહીં તે જાણવા તમે ઉત્સુક હશો. શેરની સ્થિતિ કેવી રીતે ચકાસવી એ અંગે માહિતી ન હોવાથી સમસ્યા ઉભી થાય છે . તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ પર આ બેમાંથી કોઈપણ રીતે તમારા શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરોs
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

 

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો
>> તમારે પહેલા આ લિંક https://linkintime.co.in/IPO/public-issues.html પર ક્લિક કરવાનું રહેશે.
>> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો.
>> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો.
>> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો.
>> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો.
>> તે પછી કેપ્ચા સબમિટ કરો.
>> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો.
>> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.

 

શેર ન મળે તો શું કરવું ?
તમને જણાવી દઈએ કે જે ગ્રાહકોને શેર નથી મળતા તો 13 ઓગસ્ટ સુધી તમારા ખાતામાં પૈસા પરત મળી શકે છે. જો તમને શેર મળી ગયા હોય તો 12 ઓગસ્ટ સુધીમાં તેઓ તમારા ડીમેટ ખાતામાં દેખાવા લાગશે.

 

આ પણ વાંચો :  VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન, શું 1.8 લાખ કરોડના દેવાવાળી કંપનીના અચ્છે દિન આવશે ?

આ પણ વાંચો :  Sovereign Gold Bond દ્વારા સરકારે 31,290 કરોડ રૂપિયા હાંસલ કર્યા, શું યોજનાના રોકાણકારોને મળશે વધુ વ્યાજનો લાભ? જાણો નાણામંત્રીનો જવાબ

 

Next Article