IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો

|

Sep 08, 2021 | 7:51 AM

એમી ઓર્ગેનિક્સનો IPO  65 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત ભાગને 13 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ IPO 14 સપ્ટેમ્બરના  રોજ શેરબજારમાં લિસ્ટેડ થવા જઈ રહ્યો છે.

સમાચાર સાંભળો
IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો
Ami Organics IPO

Follow us on

જો તમે ગુજરાતની સ્પેશિયલ કેમિકલ મેન્યુફેક્ચરર કંપની એમી ઓર્ગેનિક્સના IPO(Ami Organics IPO) માં નાણાં રોક્યા છે, તો આજે 8 સપ્ટેમ્બરે કંપની શેરની ફાળવણી (Ami Organics IPO Allotment)કરશે. તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી તમારા શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે. લિસ્ટિંગની તારીખ હજી ફાઇનલ નથી પરંતુ એવી અપેક્ષા છે કે 14 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેર બજારમાં લિસ્ટ થઇ શકે છે.

કંપનીનો IPO 1 થી 3 સપ્ટેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. Ami Organics ના IPO માટે શેરની કિંમત 603-610 રૂપિયા હતી. તેમાં એક લોટ 24 શેરનો હતો. આ આઈપીઓના એક લોટ માટે રોકાણકારોએ રૂ 14,472 નું રોકાણ કર્યું હતું.

65 ગણો સબ્સ્ક્રાઇબ થયો
એમી ઓર્ગેનિક્સનો IPO  65 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત ભાગને 13 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ IPO 14 સપ્ટેમ્બરના  રોજ શેરબજારમાં લિસ્ટેડ થવા જઈ રહ્યો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જો તમે નાણાંનું રોકાણ પણ કર્યું હોય તો તમે BSE ની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસ કરી શકો છો.

જાણો એમી ઓર્ગેનિક્સ વિશે 
એમી ઓર્ગેનિક્સ સુરત સ્થિત કંપની છે જે સ્પેશિયલ કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની રચના વર્ષ 2004 માં કરવામાં આવી હતી. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં અનેક અદ્યતન ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને API છે. અત્યાર સુધી કંપનીએ લગભગ 450 ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ વિકસાવી છે. એમી ઓર્ગેનિક્સના વિદેશમાં ગ્રાહકો પણ છે. કંપની અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, ઉત્તર અમેરિકા વગેરેને તેના API પૂરા પાડે છે. પોર્ટફોલિયો મજબૂત છે.

 

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

 

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો
>> તમારે પહેલા આ લિંક KFintech link — kprism.kfintech.com/ipostatus/ પર ક્લિક કરવાનું રહેશે.
>> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો.
>> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો.
>> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો.
>> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો.
>> તે પછી કેપ્ચા સબમિટ કરો.
>> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો.
>> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.

 

આ પણ વાંચો :   Vodafone Idea ના શેરમાં 5 દિવસમાં 40% નો ઉછાળો આવ્યો , જાણો દેવામાં ડૂબેલી કંપનીના શેરમાં આવેલી તેજીનું શું છે કારણ?

 

આ પણ વાંચો : હવે Post Office તમને Home Loan આપશે , LIC હાઉસિંગ ફાઇનાન્સ સાથે મળી નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે

Next Article