
TVS સપ્લાય ચેઇનના IPO(TVS Supply Chain IPO) પર દાવ લગાવનાર રોકાણકારો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે TVS Supply Chain IPO GMP થી મોટો ફટકો પડ્યો છે. આ આઈપીઓનું GMP 1 રૂપિયા આસપાસ છે.
આવી સ્થિતિમાં આ આઈપીઓથી કોઈ મોટા નફાની અપેક્ષા હવે ઓછી થઈ ગઈ છે. જોકે, IPOની ફાળવણીની વિગતવાર માહિતી માટે તમે linkintime.co.in/mipo/ipoallotment.html ની મુલાકાત લઈ શકો છો. અહીંથી તમને ખબર પડશે કે IPO ફાળવવામાં આવ્યો છે કે નહીં. જો કે, તપાસ કરતા પહેલા તમારો PAN નંબર તમારી પાસે રાખો. આ માહિતી જાણવા માટે તમારે PAN નંબર આપવો પડશે.
આ IPO માટે ઈશ્યુ પ્રાઇસ 187-197 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. અપર પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ બંનેને એકસાથે લેતા, સ્ટોક રૂ. 200 ની નીચે રૂ. 198 પર લિસ્ટ થવાની ધારણા છે, જે ઇશ્યૂ કિંમત કરતાં રૂ. 1 વધારે છે. આ IPO 880 કરોડ રૂપિયાનો છે. IPOને 2,51,22,289 શેરની ઓફર સામે 6,98,68,624 શેર માટે બિડ મળી હતી.
TVS સપ્લાય ચેઇન એ 18 એન્કર રોકાણકારોને 20.1 મિલિયન શેર ફાળવીને ₹396 કરોડ ઊભા કર્યા. તેમાં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ટાટા ગ્રૂપનું ટાટા મ્યુચ્યુઅલ ફંડ, સોસાયટી જનરલ, બીએનપી પરિબાસ, કોપથલ મોરિશિયસ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઓથમ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઓરિજિન માસ્ટર અને વિન્રો કોમર્શિયલનો સમાવેશ થાય છે.
બિડર્સ BSE વેબસાઇટ પર અથવા લિંક ઇનટાઇમ વેબસાઇટ પર લૉગ ઇન કરીને TVS સપ્લાય ચેઇન IPO ફાળવણીની સ્થિતિ ઑનલાઇન ચકાસી શકે છે. જો કે, સગવડતા માટે તેઓ સીધી BSE લિંક — bseindia.com/investors/appli_check.aspx પર અથવા ડાયરેક્ટ લિન્ક ઈન્ટાઇમ લિંક — linkintime.co.in/mipo/ipoallotment.html પર લૉગિન કરી શકે છે અને કોઈની અરજીનું સ્ટેટસ ઑનલાઇન ચેક કરી શકે છે.
ડિસ્ક્લેમર : IPO માં રોકાણ એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા આર્થિકસલાહકારની મદદ અવશ્ય લેવાની અમારી સલાહ છે.