
જો તમે ક્લીન સાયન્સ અને ટેકનોલોજી આઈપીઓ(Clean Science and Technology IPO) અથવા GR Infraprojects IPO માં રોકાણ કર્યું હશે તો તમારા મનમાં એ પ્રશ્ન જરૂર ઉઠતો હશે કે તમને શેર મળ્યા કે નહિ? હવે કેવી રીતે જાણી શક્ય કે ખાતામાં શેર આવ્યા કે નહિ? અને આવ્યા તો કેટલા શેર આવ્યા છે? તમે ઘરે બેઠા ઓનલાઇન આઇપીઓના શેર ફાળવણી (IPO Allotment Status) ચકાસી શકો છો. રોકાણકારો બીએસઈની વેબસાઇટ bseindia.com દ્વારા શેરની ફાળવણી ચકાસી શકે છે.બીજી તરફ જો તમને શેર્સ પ્રાપ્ત થયા નથી, તો તમારા પૈસા તમારા ખાતામાં પરત કરવામાં આવશે.
ક્લીન સાયન્સ ટેક એ MEHQ, BHA, એનીસોલ અને 4-MAP જેવા સ્પેશિયલ કેમિકલનું વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે. કંપની પર્ફોમન્સ કેમિકલ , FMCG કેમિકલ્સ તેમજ મેડિસિન્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા ફાર્મા કેમિકલ્સનું ઉત્પાદન પણ કરે છે.ક્લીન સાયન્સના ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ 880-890 રૂપિયા નક્કી કરાયો છે. કંપની આઇપીઓથી 1546.62 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
GR Infraprojects ઈન્ફ્રા કંપની છે જે આઈપીઓ દ્વારા 963 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ828-837 નક્કી કર્યો છે. કંપનીના શેર BSE અને NSE બંને સ્ટોક એક્સચેંજ માં લિસ્ટ થશે.
IPOમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ 5 ની ફેસ વેલ્યુના 1.15 કરોડ ઇક્વિટી શેર જારી કરાશે. આ ઇક્વિટી શેર કંપનીના પ્રમોટરો અને હાલના રોકાણકારો દ્વારા જારી કરવામાં આવશે. કંપની આ પબ્લિક ઇશ્યૂ માટે કોઈ નવા શેર ઇશ્યૂ કરશે નહીં.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.