15 ડિસેમ્બરના રોજ, મેજેસ્કોના બોર્ડે નાણાકીય વર્ષ 2021 માટે 19,480 ટકા એટલે કે શેર દીઠ રૂ. 974 ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરી ખળભળાટ મચાવ્યો છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 975.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. ભારતીય કારોબારના ઇતિહાસમાં આ પ્રથમ વખત નથી જયારે આટલું મોટું ડિવિડન્ડ જાહેર કરાયું હતું. છેલ્લા 2 દાયકામાં, એવી 7 કંપનીઓ છે કે જેઓ 4000 ટકાથી વધુ વચગાળાના, અંતિમ અથવા વિશેષ ડિવિડન્ડ આપી ચુકી છે. એક નજર કરીએ મોટા ડિવિડન્ડ થકી રોકાણકારોને માલામાલ કરનાર કંપનીઓ ઉપર..
Majesco
મેજેસ્કો કંપનીએ આ વર્ષે 19,480 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 975.10 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. કંપનીની 52 અઠવાડિયાની સર્વોચ્ચ કિંમત 1019 રૂપિયા છે.
Oracle Financial Services Software
2014 માં, ઓરેકલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સોફ્ટવેર કંપનીએ 9,700 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ 3,110.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેની 52-અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 3402.05 છે.
Britannia Industries
બ્રિટાનિયા કંપનીએ વર્ષ 2020 માં 8,300 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 3,752.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.
Strides Pharma Science Ltd
વર્ષ 2013 માં સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ લિમિટેડે 5,000 ટકાના વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ .779 પર ટ્રેડ કરી રહ્યો હતો.
Procter & Gamble Health Ltd
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લિમિટેડ કંપનીએ વર્ષ 2019 માં 4,160 ટકાના ખાસ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર 6,816.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. તેની 52-અઠવાડિયાની ઊંચી કિંમત 7040 રૂપિયા છે.
Hero MotoCorp
હીરો મોટોકોર્પ વર્ષ 2010 માં 4,000 ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ .3,117.50 પર ટ્રેડ કરી રહ્યો છે અને તે 52-અઠવાડિયાની સર્વોચ્ચ કિંમત 3393.85 રૂપિયા છે.
Tata Consultancy Services
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ કંપનીએ 4,000% 2 વખત વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ 2014 માં એકવાર અને બીજી વાર વર્ષ 2019 માં આપ્યું છે. 16 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ 2,814.20 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનો શેરનો 52-અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 2885 રૂપિયા છે.