શેરબજારમાં રોકાણકારોએ આજે આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Dec 21, 2020 | 9:23 AM

છેલ્લા ઘણા સમયથી ભારતીય શેર બજાર તેજી સાથે આગળ વધી રહ્યું છે. FII નું ભારતીય બજારમાં રોકાણ રસ વધતા બજાર સતત એક પછી એક નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ૧૮ ડિસેમ્બરે સેન્સેક્સ ૪૭ હજારના પડવાથી માત્ર ૪૦ અંક નીચે 46,960.69 ની સપાટી ઉપર બંધ થયું હતું જયારે BSE ની માર્કેટ કેપ પણ 1,85,38,636.૭૦ નોંધાઈ […]

શેરબજારમાં રોકાણકારોએ આજે આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

Follow us on

છેલ્લા ઘણા સમયથી ભારતીય શેર બજાર તેજી સાથે આગળ વધી રહ્યું છે. FII નું ભારતીય બજારમાં રોકાણ રસ વધતા બજાર સતત એક પછી એક નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ૧૮ ડિસેમ્બરે સેન્સેક્સ ૪૭ હજારના પડવાથી માત્ર ૪૦ અંક નીચે 46,960.69 ની સપાટી ઉપર બંધ થયું હતું જયારે BSE ની માર્કેટ કેપ પણ 1,85,38,636.૭૦ નોંધાઈ છે. બજારની તેજી વચ્ચે આજે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ.

SCI
SCIમાં નજીકના સમયમાં હિસ્સેદારી વેચવામાં આવશે. SCI માટે Eolને આજે છેલ્લી મંજૂરી મળી શકે. EoI ને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મંજૂરી બાદ 1-2 દિવસમાં સાતવર જાહેર થઈ શકે છે .મામલે EoIની શર્તોને હળવા કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

RIL
RIL અને BPએ KG D6માં ઉત્પાદન શરૂ કવાની ઘોષણા કરી.  આ બ્લોકથી 2021માં ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે. બજારના નિષ્ણાંતો અનુસાર કેજી બેસિનમાંથી ગેસનું ઉત્પાદન કંપની માટે વધુ સારું રહેશે. આ સાથે નવા ગેસ ઉત્પાદનમાં આવકમાં વધારો થશે. 2023 ની રોકડ મદદ કરશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

LUPIN
US FDA પાસેથી કોલેસ્ટ્રોલની દવા માટે મંજૂરી મળી. Colesevelam Hydrochloride માટે US FDAની મંજૂરી મળી. પરવાનગી મળ્યા બાદ આ દવાનું વેચાણ સારો લાભ અપાવશે

Astrazeneca
Benralizumabને ભારતમાં મંજૂરી મળી છે. ટૂંક સમયમાં કંપની લોન્ચ કરે તેમ અનુમાન લગાવાઈ રહ્યું છે. Benralizumab નો ઉપયોગ અસ્થમા માટે દવા તરીકે થાય છે.સૂત્રો દ્વારા મળતી mahiti મુજબ એસ્ટ્રાઝેનેકા Fasenra નામથી ભારતમાં દવાને લોન્ચ કરશે.

TCS
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) ની શેર બાયબેક offerફર 1 જાન્યુઆરી સુધી ખુલી છે. કંપની શેર દીઠ 3000 રૂપિયાના ભાવે રોકાણકારો પાસેથી 16,000 કરોડ રૂપિયાના બાયબેકની ઓફર કરી રહી છે. શુક્રવારે કંપનીની શેર બાયબેક ઓફર ખુલી હતી જે ૧ જાન્યુઆરી સુધી રહેશે.

COLGATE
કાચા માલના ભાવમાં ઘટાડો થવાને કારણે માર્જિનમાં સુધારો થવાની ધારણા છે. કંપનીની અનેક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની પણ યોજના છે.  નવી લોંચ સાથે માર્કેટ શેર પણ વધવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2023 માં કંપનીની આવક વૃદ્ધિ 12.50 ટકા થવાની આગાહી છે.

Next Article