નાયકાના શેરમાં આજે રોકાણકારોની કમાણી, શેર 20 ટકા વધ્યો, જાણો શું છે કારણ ?

|

Nov 11, 2022 | 5:29 PM

શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં સ્ટોકમાં 40 ટકાનો ઘટાડો થયો છે. તાજેતરમાં, કંપનીએ બોનસ શેરની પણ જાહેરાત કરી હતી.

નાયકાના શેરમાં આજે રોકાણકારોની કમાણી, શેર 20 ટકા વધ્યો, જાણો શું છે કારણ ?
Share market update

Follow us on

મલ્ટિ-બ્રાન્ડ બ્યુટી રિટેલર નાયકાનો સ્ટોક આજે 20 ટકા સુધી વધ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ વધારવાના સમાચાર બાદ શેરમાં આ વધારો નોંધાયો છે. સ્ટોકના પ્રી-આઈપીઓ રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઈન પિરિયડ પૂરો થઈ ગયો છે. લોક-ઇન પિરિયડ નજીક આવતાં જ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે નવા રોકાણકારોની એન્ટ્રી સાથે ફરી એકવાર રોકાણકારોએ શેરમાં ખરીદી કરી છે.

આજે સ્ટોક ક્યાં પહોંચ્યો

શુક્રવારના ટ્રેડિંગમાં સ્ટોક વધીને 224.65ની એક દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના 187.95ના બંધથી લગભગ 20 ટકા વધારે છે. શેરની એક વર્ષની ઊંચી સપાટી એટલે કે 430 પર છે. શેરની નીચલી સાપાટી 163 છે. નસ પહેલા શેર 1100 ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરમાં થોડી નરમાઈ જોવા મળી હતી.

સ્ટોક 10 ટકાથી ઉપર રહ્યો હતો. કંપનીમાં નવા મોટા રોકાણકારોની ખરીદીને કારણે શેરમાં વધારો જોવા મળ્યો છે. Segantii India મોરિશિયસે 171.75 ના સરેરાશ ભાવે સ્ટોકમાં 37.92 લાખ શેર ખરીદ્યા છે. નોર્જેસ બેંકે 173.35ની સરેરાશથી 39.81 લાખ શેર ખરીદ્યા છે. તે જ સમયે, એબરડીન સ્ટાન્ડર્ડ એશિયા ફોક્સે 173.18ના ભાવે 42.72 લાખ શેર લીધા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્ટોકમાં સતત ઘટાડો

છેલ્લા એક વર્ષ દરમિયાન આ શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે નવેમ્બરના અંતે આ સ્ટોક 400 (પોસ્ટ-બોનસ લેવલ)થી ઉપર હતો, અત્યારે આજના ઉછાળા પછી પણ સ્ટોક 225ની સપાટીથી નીચે છે. એટલે કે એક વર્ષમાં સ્ટોક લગભગ 40 ટકા ઘટ્યો છે. આ જ કારણ છે કે સકારાત્મક સંકેત મળતાં જ વેપારીઓએ સ્ટોકમાં ખરીદી કરી છે. શેર X બોનસ સોદા માત્ર 10મી નવેમ્બરે જ થયા હતા. દરેક સ્ટોક માટે 5 શેર જાહેર કરવામાં આવ્યા છે. બોનસ ઇશ્યૂ થતાં સ્ટોકની યુનિટ કોસ્ટ ઘટી છે. અને હવે વધુ રોકાણકારો તેમાં વેપાર કરી શકશે.

Next Article