આ 5 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને મળશે સારૂ રિટર્ન, 1000 રૂપિયાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ

|

Nov 09, 2023 | 7:09 PM

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ચલાવવામાં આવતી આ એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. આ ફંડનો હેતુ ટેક્નોલોજી અને ટેક્નોલોજી આધારિત કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈન્કમ દ્વારા મૂડીમાં વધારો કરવાનો છે. સ્કીમ સ્ટોક સિલેક્શન માટે બોટમ-અપ અભિગમ અપનાવે છે. તેમાં પણ હાઈ રિસ્ક છે.

આ 5 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને મળશે સારૂ રિટર્ન, 1000 રૂપિયાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ
Mutual Funds

Follow us on

લોકો પોતાની બચતનું જુદી-જુદી સ્કીમમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ કરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તેમાં રિસ્ક છે, પરંતુ રિટર્ન પણ સારૂ મળે છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો. તમે SIP દ્વારા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરી નફો મેળવી શકો છો. અહીં કેટલાક એવા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમાં તમે રોકાણ કરી શકો છો.

ICICI પ્રુડેન્શિયલ ટેકનોલોજી ડાયરેક્ટ પ્લાન-ગ્રોથ

આ એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, જેમાં તમે 1000 રૂપિયાથી રોકાણ કરી શકો છો. તેમાં હાઈ રિસ્ક છે, પરંતુ PPF અને બેંક FD કરતા વધારે રિટર્ન મળે છે. આ સ્કીમમાં AUM નો મોટો હિસ્સો બેન્ચમાર્ક ઇન્ડેક્સના શેરોમાં ઈન્વેસ્ટ કરવામાં આવે છે.

આદિત્ય બિરલા સન લાઇફ ડિજિટલ ઇન્ડિયા ફંડ ડાયરેક્ટ-ગ્રોથ

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ચલાવવામાં આવતી આ એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. આ ફંડનો હેતુ ટેક્નોલોજી અને ટેક્નોલોજી આધારિત કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈન્કમ દ્વારા મૂડીમાં વધારો કરવાનો છે. સ્કીમ સ્ટોક સિલેક્શન માટે બોટમ-અપ અભિગમ અપનાવે છે. તેમાં પણ હાઈ રિસ્ક છે. આ સ્કીમ 3 વર્ષમાં 23.91% વળતર આપી શકે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ

આ એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. તેમાં સ્મોલ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંકળાયેલા ઈન્સ્ટ્રુમેન્ટમાં ઈન્વેસ્ટ કરીને લોન્ગ ટર્મમાં કેપિટલ એપ્રીસિએશન જનરેટ કરી શકાય છે. તેનું છેલ્લા 3 વર્ષનું રિટર્ન 43.92% હતું.

ICICI પ્રુડેન્શિયલ ઇક્વિટી અને ડેટ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ

તમે આ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ સ્કીમનો હેતુ ઈક્વિટીના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લોન્ગ ટર્મમાં કેપિટલ એપ્રીસિએશન અને વર્તમાન આવક પેદા કરવાનો છે. છેલ્લા 3 વર્ષમાં તેનું વાર્ષિક વળતર 20.37% રહ્યુ છે.

આ પણ વાંચો : ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો, તો ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવાના આ છે બેસ્ટ ઓપ્શન

ICICI પ્રુડેન્શિયલ રિટાયરમેન્ટ ફંડ હાઇબ્રિડ એગ્રેસિવ પ્લાન ડાયરેક્ટ-ગ્રોથ

આ એક સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. તે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને કેપિટલ એપ્રીસિએશન જનરેટ કરે છે. આ સ્કીમ ગોલ્ડ/ETFs/ અને ડેબ્ટ વગેરેમાં પણ રોકાણ કરે છે. છેલ્લા 3 વર્ષમાં તેનું રિટર્ન 22.34% હતું અને વાર્ષિક વળતર 13.52% હતું.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article