Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત

|

Mar 17, 2022 | 5:48 PM

પ્લેટફોર્મે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ ક્લોઝર મેઈલ ફક્ત એવા ગ્રાહકોને જ મોકલવામાં આવ્યો હતો જેમનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો અને જેમને નવા બેક-એન્ડ પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા ન હતા. પૈસાબજારે તેની સાથે કરાર કર્યો છે.

Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત
Mutual Fund (Symbolic Image)

Follow us on

પોલિસીબજારની (Policybazaar) પેટાકંપની પૈસાબજાર (Paisabazaar) તરફથી મ્યુચ્યુઅલ ફંડમાં  (Mutual Fund) રોકાણ કરનારાઓ માટે ખાસ સમાચાર છે. પૈસાબજારે 16 માર્ચના રોજ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે પ્લેટફોર્મ તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને બંધ કરી દે તેવા અહેવાલો પાયાવિહોણા છે. આ નિવેદન ત્યારે આવ્યું કે જ્યારે તેના કેટલાક ગ્રાહકોને એક મેઈલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ માટેનું તેમનું ખાતું 25 માર્ચથી ટર્મિનેટ કરી દેવામાં આવશે. આનાથી તેના ઉપયોગકર્તાઓમાં શંકા ઊભી થઈ કે શું પ્લેટફોર્મ તેના એમએફ બિઝનેસને બંધ કરી રહ્યું છે. આનાથી તેના રોકાણની ચિંતા થઈ.

પ્લેટફોર્મે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ ક્લોઝર મેઈલ ફક્ત એવા ગ્રાહકોને જ મોકલવામાં આવ્યો હતો જેમનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો અને જેમને નવા બેક-એન્ડ પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા ન હતા. પૈસાબજારે તેની સાથે કરાર કર્યો છે.

યુઝર્સ દ્વારા મળેલા મેઈલમાં એવું કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ માટેનું તમારું પૈસાબજાર ખાતું 25 માર્ચ, 2022થી પ્રભાવિત રૂપથી ટર્મિનેટ કરવામાં આવશે. 25 માર્ચ, 2022 પછી પૈસાબજાર પ્લેટફોર્મ ડાયરેક્ટ સ્કીમ્સમાં તમારા વર્તમાન રોકાણોને રિડીમ કરી શકશો નહીં અથવા તેમાં કોઈ નવું રોકાણ કરી શકશો નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શું છે સમગ્ર મામલો?

પૈસાબજાર અનુસાર તેઓ તેમના બેક-એન્ડ ઓપરેશનને સુવ્યવસ્થિત કરવા માટે લગભગ બે વર્ષ પહેલા એક્સટર્નલ બેકએન્ડ પ્લેટફોર્મ (એનએસઈ દ્વારા સંચાલિત) પર ચાલ્યા ગયા છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા 99% ગ્રાહકો અને તેમના મેન્ડેટ્સને એસએસઈ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કર્યા છે. આ ગ્રાહકો પૈસાબજાર પ્લેટફોર્મ દ્વારા રોકાણ, એસઆઈપી સેટઅપ, રિડીમ કરવાનું ચાલુ રાખે છે.

તે વધુમાં જણાવે છે કે અમારા પ્લેટફોર્મ પર 478 ગ્રાહકોનો ડેટા અપડેટ કરવામાં આવ્યો ન હતો. તેથી નવા પ્લેટફોર્મ પર માઈગ્રેટ કરી શકાયા નથી. જેઓને માઈગ્રેટ કરી શક્યા નથી અને જેમને મેઈલ મોકલવામાં આવ્યો હતો તેમના માટે પ્લેટફોર્મ બે વિકલ્પો ઓફર કરે છે. પ્રથમ- ડેટા અપડેટ કરો અને નવા એનએસઈ પ્લેટફોર્મ સાથે કનેક્ટ થાઓ. બીજું- 25 માર્ચ, 2022 પહેલા તમારા મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરો. જો તેઓ વિગતો ચાલુ રાખવા અથવા અપડેટ કરવા માંગતા નથી.

ડાયરેક્ટ પ્લાનમાં હાલની SIP ની કટ-ઓફ તારીખ પછી પ્લેટફોર્મ મારફતે પ્રક્રિયા કરવામાં આવશે નહીં, જ્યારે હાલના રોકાણોને અસર થશે નહીં. પ્લેટફોર્મ પર પુછવામાં આવતા પ્રશ્નો મુજબ, કટ-ઓફ તારીખ પછી ડાયરેક્ટ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ માટે એસઆઈપી ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવા માટેનો બેંક મેન્ડેટ બંધ થઈ જશે.

આ પણ વાંચો :  MONEY9: શું તમને ખબર છે લોન અંગે વારંવાર પુછપરછ કરવાથી પણ તમારો ક્રેડિટ સ્કોર બગડે છે?

Next Article