
લિથિયમનો ભંડાર : - અફઘાનિસ્તાનમાં લિથિયમ(lithium)નો મોટો ભંડાર છે. લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર, સ્માર્ટફોન અને લેપટોપ માટે બેટરીમાં થાય છે. યુએસ જિયોલોજિકલ સર્વેનો 2017/18 નો અહેવાલ જણાવે છે કે અફઘાનિસ્તાનમાં સ્પોડ્યુમિન(spodumene) લિથિયમ ખનિજ છે પરંતુ 2019 અફઘાન રિપોર્ટમાં લિથિયમનો કોઈ ઉલ્લેખ નથી.

કંગાળ દેશમાં અઢળક સોનું :- અફઘાનિસ્તાનમાં સોનાનો પણ ભંડાર છે.વર્ષ 2006 સુધીમાં તખ્ખાર પ્રાંતમાં સોનાનું ખાણકામ કરવામાં આવ્યું હતું. સમતીની પંજ નદી ખીણમાં 20 થી 25 મેટ્રિક ટન સોનું હોવાનો અંદાજ હતો. એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનના દક્ષિણમાં મોટા સોનાના ભંડાર છે.

આરસના આકર્ષક પહાડ : - અફઘાનિસ્તાનમાં દેશના વિવિધ ભાગોમાં મોટા પ્રમાણમાં આરસપહાણ છે. હેરાતમાં આરસની ઘણી ફેક્ટરીઓ છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસના જણાવ્યા અનુસાર દર વર્ષે અફઘાનિસ્તાનમાંથી 15 મિલિયન ડોલરની કિંમતના આરસની નિકાસ થાય છે.

પેટાળમાં છે અખૂટ કાળું સોનું :- અફઘાનિસ્તાનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર છે. અફઘાનિસ્તાનમાં ઉત્તરમાં બલ્ખ અને જજ્જન પ્રાંત વચ્ચે 1.8 અબજ બેરલ તેલ છે જેની શોધ 2010 માં થઈ હતી. આ તેલ બાબતે કોઈ કામગીરી હાલમાં ચાલી રહી નથી પરંતુ દેશની ગરીબી દૂર કરવા મોટું સાધન બની શકે છે.

ચાલાક ચીનની ખનીજ પર નજર : - અફઘાનિસ્તાનમાં એટલા ખનીજ ભંડાર છે કે ઘણા દેશો તેના પર નજર રાખી રહ્યા છે. આ દેશોમાં ચીનનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તાલિબાન વિશ્વના સૌથી મોટા ખનિજ ભંડાર પર બેઠો છે. તે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવાનું રહે છે.
Published On - 4:02 pm, Wed, 25 August 21