વૈશ્વિક બજારના મજબૂત સંકેત, ડાઓ જોંસ 340 અંક ઉછળ્યો SGX નિફ્ટી સર્વોચ્ચ સપાટી તરફ વધ્યો

|

Dec 16, 2020 | 9:00 AM

આજે વૈશ્વિક બજારના સંકેતો ભારતીય બજારો માટે સારા દેખાઈ રહ્યા છે. વર્ષના અંત પહેલા રાહત પેકેજની અપેક્ષાએ ડાઓ 340 પોઇન્ટ્સ વધ્યો હતો. નાસ્ડેકનું વધુ એક રેકોર્ડ કલોઝર નોંધાયું હતું. એશિયામાં પણ સ્થિતિ ખુબ સારી દેખાઈ રહી છે એસજીએક્સ નિફ્ટી સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું  છે. અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 337.76 અંકના ઉછાળાને દર્જ કરી […]

વૈશ્વિક બજારના મજબૂત સંકેત, ડાઓ જોંસ 340 અંક ઉછળ્યો SGX નિફ્ટી સર્વોચ્ચ સપાટી તરફ વધ્યો

Follow us on

આજે વૈશ્વિક બજારના સંકેતો ભારતીય બજારો માટે સારા દેખાઈ રહ્યા છે. વર્ષના અંત પહેલા રાહત પેકેજની અપેક્ષાએ ડાઓ 340 પોઇન્ટ્સ વધ્યો હતો. નાસ્ડેકનું વધુ એક રેકોર્ડ કલોઝર નોંધાયું હતું. એશિયામાં પણ સ્થિતિ ખુબ સારી દેખાઈ રહી છે એસજીએક્સ નિફ્ટી સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું  છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 337.76 અંકના ઉછાળાને દર્જ કરી 1.13 ટકાની મજબૂતીની સાથે 30,199.31 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 155.02 અંક એટલે કે 1.25 ટકાના વધારાની સાથે 12,595.06 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 47.13 અંક મુજબ 1.29 ટકાની વૃદ્ધિ સાથે 3,694.62 ના સ્તર પર બંધ થયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


એશિયામાં જાપાનના બજાર નિક્કેઈ 79.90 અંક મજબૂતીની સાથે 26,767.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે એસજીએક્સ નિફ્ટી 62.50 અંક વધારા સાથે 0.46 ટકાની મુજબૂત સ્થિતિ દેખાડી 13,641.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.49 ટકાનો જ્યારે હેંગ સેંગ 0.83 ટકાના ઉછાળાની સ્થિતિ જોવા મળી રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.35 ટકાના વધારાની સાથે 2,766.34 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 211.38 અંકોની જબરદસ્ત મજબૂતી દેખાડી છે ઇન્ડેક્સમાં 1.50 ટકા મજબૂતીની સાથે 14,279.90 ના સ્તર પર કારોબાર દેખાઈ રહ્યો છે.શંઘાઈ કંપોઝિટ નજીવા ઘટાડાની સાથે 3,364.28 ના સ્તર પર છે.

 

Next Article