MONEY9: ઇન્ફ્રા ફંડમાં રોકાણ કરતા પહેલાં ધ્યાનમાં રાખો આ વાત

|

Jun 09, 2022 | 2:22 PM

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેનો દેશના મુળભૂત માળખાના વિકાસની સાથે સંબંધ હોય છે. એનર્જી, પાવર, મેટલ, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ ઇન્ફ્રા કંપનીઓની કેટેગરીમાં રાખવામાં આવે છે.

MONEY9: ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (INFRA FUND) એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેનો દેશના મુળભૂત માળખાના વિકાસની સાથે સંબંધ હોય છે. એનર્જી, પાવર, મેટલ, રિયલ એસ્ટેટ (REAL ESTATE), કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ ઇન્ફ્રા કંપનીઓની કેટેગરીમાં રાખવામાં આવે છે.

સેક્ટોરલ ફંડના રોકાણથી તમને ઊંચું રિટર્ન મળવાની આશા હોય છે. પરંતુ, એ વાત ધ્યાનમાં રાખો કે સામાન્ય રીતે તેમાં ભારે ઉતાર-ચઢાવ થાય છે. આ ફંડ્સની સારી સમજ હોવા છતાં પણ તમારી પાસે જો જોખમ લેવાની તૈયારી હોય તો જ તેમાં પેસા લગાવો. તમને તેમાં એન્ટ્રી અને એગ્ઝિટના યોગ્ય સમયનો પણ અંદાજો હોવો જોઇએ.

આ પ્રકારના ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરવું જોઇએ. આ ફંડ્સના 3 વર્ષના રિટર્ન પર નજર નાંખીએ તો તેમાં રોકાણકારોને એવરેજ 20 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. છેલ્લા 3 વર્ષમાં Quant (ક્વાન્ટ) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં અંદાજે 40 ટકા રિટર્ન મળ્યું છે.

આ સમયગાળા દરમિયાન BOI AXA Mfg & Infra(બીઓઆઇ એક્સા મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રા) ફંડે 27.25% રિટર્ન આપ્યું છે. ઇન્વેસ્કો ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 26.04% અને કેનેરા રોબેકો ઇન્ફ્રા ફંડે 22.92 ટકા રિટર્ન આપ્યું છે. Tata ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે અંદાજે 23 ટકા અને ICICI પ્રૂડેન્શિયલ ઇન્ફ્રા ફંડે 23 ટકાનું રિટર્ન આપ્યું છે.

Next Video