Infosysના સહ-સ્થાપક નંદન નીલેકણીએ કહ્યું, દેશમાં વર્ક ફ્રોમ હોમ હજુ ચાલુ રહેશે

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસીસ(Infosys)ના સહ-સ્થાપક નંદન નીલેકણી(Nandan Nilekani)એ કહ્યું છે કે ભારતમાં વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ(Work From Home)થી કામ ચાલુ રહેશે.

Infosysના સહ-સ્થાપક નંદન નીલેકણીએ કહ્યું, દેશમાં વર્ક ફ્રોમ હોમ હજુ ચાલુ રહેશે
Nandan Nilekani - co founder infosys
| Edited By: | Updated on: Mar 11, 2021 | 8:52 PM

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસીસ(Infosys)ના સહ-સ્થાપક નંદન નીલેકણી(Nandan Nilekani)એ કહ્યું છે કે ભારતમાં વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ(Work From Home)થી કામ ચાલુ રહેશે. તેમણે કહ્યું, કોવિડ -19 રોગચાળા(Covid-19 pandemic)ને પગલે વિવિધ દેશો દ્વારા વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું છે. નિલેકણીએ કહ્યું કે લોકો ઓફિસમાં આવવા માંગે છે, પરંતુ હાલની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તેથી, વર્ક ફ્રોમ હોમ હાલનો સમય યથાવત રહેશે.

 

નીલેકણીએ કહ્યું કે, ભારતીય આઈટી ઉદ્યોગનો શ્રેય છે કે તેઓ ત્રણથી ચાર અઠવાડિયામાં લાખો લોકોને વર્ક ફ્રોમ હોમ આપવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું, ઈન્ફોસિસના 40 દેશોમાં 2,40,000 કર્મચારીઓ ત્રણ અઠવાડિયામાં WFHમાં સ્થળાંતર થયા કારણ કે તેમની પાસે આવું કરવા માટે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એક અખબારી અહેવાલ મુજબ વર્ક ફ્રોમ હોમની મૂળભૂત પ્રભાવ છે, પરંતુ આપણે કઈ પરિસ્થિતિમાં પહોંચીશું તે જાણતા નથી. સ્વાભાવિક છે કે આપણે ઓફિસમાં કામ પર પાછા જવા માગીએ છીએ કારણ કે લોકોને મળવા, વિચારોની આપલે અને નવીનતાના મૂલ્ય માટે લોકોએ એકબીજાને મળવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે બે તૃતીયાંશ ઓફિસ અને એક તૃતીયાંશ ઘરેથી કામ કરી શકે છે.

 

આને એક સારા સમાચાર તરીકે વર્ણવતા નીલેકણીએ વધુમાં કહ્યું કે WFH મુસાફરો અને ટ્રાફિક પરનું દબાણ ઘટાડશે અને લોકો હજી પણ કામ કરી શકશે. ભારતમાં 25 માર્ચ, 2020ના રોજ લોકડાઉનની ઘોષણા થયા પછી 68-દિવસીય લોકડાઉન શરૂ થયું હતું. કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ રૂટિનથી આગળ વધ્યા, જેણે તમામ ક્ષેત્રોમાં નવી ઉર્જા આપી છે. વર્ષ 2020 આગળ વધ્યું, ઘણી કંપનીઓએ એક હાઈબ્રીડ યોજના અપનાવી હતી. કેટલાક કર્મચારીઓ ઓફિસથી કામ કરે છે, જ્યારે કેટલાક ઘરેથી કામ કરે છે. આ વૈકલ્પિક મોડેલથી કર્મચારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા થોડા દિવસ ઓફિસની બહાર કામ કરવાની તક મળી હતી.

 

આ પણ વાંચો: Bhavnagar : મહુવા યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, વાહનોની 5 કિ.મી. લાંબી લાઈન