મધ્ય પૂર્વ એશિયા અને યુરોપમાં કામ કરી રહેલી ફીનટેક (Fintech) કંપનીઓના એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક નેક્સો નેટવર્કનું (Nexo Network) સભ્ય ઈન્ડિપૈસા (IndiPaisa), ભારતના સમૃદ્ધ 63 મિલિયન નાના અને મધ્યમ કદના એન્ટરપ્રાઇઝ (SME) ક્ષેત્રને લક્ષ્યાંકિત કરીને નવીન નાણાકીય તકનીક (Fintech) સોલ્યુશન્સનો એક સેટ લોન્ચ કરી રહ્યું છે. Indipaisa નું ધ્યેય SME માલિકો અને ઓપરેટરોને તેમની નાણાંકીય જવાબદારી સંભાળવા તેમજ તેમને સુવિધાઓ અને સેવાઓ આપીને સશક્ત બનાવવાનું છે જે તેમને તેમના વ્યવસાયો વધારવામાં, સરકારી કર કાયદાઓનું પાલન કરવામાં અને તેમના પરિવારો માટે વધુ સારું ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે.
ઈન્ડિપૈસા (Indipaisa), NSDL પેમેન્ટ્સ બેંક સાથેની ભાગીદારીમાં, ભારતીય SME માલિકો અને ઓપરેટરોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ બહુવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓને ગ્રાઉન્ડ અપથી કસ્ટમાઇઝ કરવાની યોજના ધરાવે છે. ઈન્ડિપૈસા ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચૂકવણીને ડિજિટાઈઝ કરવાની ઝુંબેશનો ભાગ છે, તેનો તે ગર્વ ધરાવે છે. જે વર્ષ 2025 સુધીમાં વાર્ષિક USD 1.0 ટ્રિલિયનને વટાવી જવાનો અંદાજ છે.
ઈન્ડિપૈસાના સીઈઓ એજાઝ તહેસીલદારે જણાવ્યું હતું કે, ઈન્ડિપૈસાને એનએસડીએલ પેમેન્ટ બેન્ક સાથે કામ કરવા પર ખૂબ ગર્વ અને સમ્માન છે. જેથી ભારતના નાના વ્યવસાયોને કેશલેસ સમાજ માટે ભારતની ડીજીટલ ડ્રાઈવ સાથે સંરેખિત કરવામાં મદદ મળી શકે. તહસીલદારે એમ પણ કહ્યું કે, અમારી યોજના સસ્તી કિંમતો પર ઉંચી ગુણવત્તાવાળી ફીનટેક સેવાઓ આપવાની છે. જે ભારતીય SME બજારની જરૂરિયાત છે; અને ફિનટેકમાં નવીનતા, ઊંડા ડોમેન જ્ઞાન અને તકનીકી કુશળતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમને અમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે મજબૂત સ્પર્ધાત્મક લાભ આપે છે.”
ઈન્ડિપૈસાના પ્રમુખ નેબિલ બેન આઈસાએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં રોકાણ કરવા અને ભારતીય નાના વેપારી માલિકો અને ઓપરેટરોને સશક્ત કરવા અને તેમના વ્યવસાયો અને તેમના પરિવારો માટે વધુ સારું ભવિષ્ય બનાવવામાં મદદ કરવા માટે અમારી નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહીત છીએ. મધ્ય પૂર્વ અને અન્ય બજારોમાં ભારતીય નાના વેપારીઓ અને ઓપરેટરોને સેવા આપવાનો અમારો અનુભવ અમને વિશ્વાસ આપે છે કે અમારા સોલ્યુશન્સ ભારતમાં મૂલ્ય પ્રદાન કરશે અને આકર્ષણ મેળવશે.
આ ભાગીદારી પર એનએસડીએલ પેમેન્ટ બેન્કના અધ્યક્ષ અને સીબીઓ આશુતોષ સિંહે કહ્યું હતું કે, “અમે IndiPaisa સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, કારણ કે દેશભરના નાના વેપારીઓ સુધી ડિજિટલ બેન્કિંગ અને ચુકવણી ઉકેલો પહોચાડવાનો તે અમારા મુખ્ય ઉદ્દેશ્યો પૈકીનો એક છે. આ ભાગીદારી દ્વારા, વેપારીઓને ખૂબ જ પોસાય તેવા ખર્ચે વિવિધ અનુકૂળ ચુકવણી સ્વીકૃતિ વિકલ્પો પ્રદાન કરવાનો અમારો પ્રયાસ રહેશે. વેપારીના બેંક ખાતામાં ગ્રાહકની ચૂકવણીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને વેપારીને શૂન્ય ખર્ચે થશે.
આ પણ વાંચો : આખરે RBI એવું શું કરે છે જેથી રૂપિયો ગગડતો અટકી જાય છે… અને દેશની અર્થવ્યવસ્થાને મળે છે સહારો