ટ્રેડવોરમાં ભારતનો ચીનને ફટકો, ચાઈનીઝ પ્રોડક્ટનો ભારતમાં બહિષ્કાર, ભારતીય ચીજવસ્તુનુ ચીનમાં વેચાણ વધાર્યુ

|

Sep 07, 2020 | 3:49 AM

  ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતે આત્મનિર્ભર યોજનાથી ટ્રેડવોરમાં ચીનને ફટકો તો આપ્યો જ છે પણ સાથે ચીની બજારોમાં ભારતીય ચીજોની પકડ પણ મજબૂત કરી  છે. એપ્રિલથી જુલાઈ દમયાનના વ્યવસાયિક અહેવાલ મુજબ ચીનમાં ભારતીય સ્ટીલનો દબદબો રહ્યો છે. ચીને ભારત પાસેથી આ સમયમાં છેલ્લા ૬ વર્ષના રેકોર્ડ તોડી  ૧.૩૦ મિલિયન […]

ટ્રેડવોરમાં ભારતનો ચીનને ફટકો, ચાઈનીઝ પ્રોડક્ટનો ભારતમાં બહિષ્કાર, ભારતીય ચીજવસ્તુનુ ચીનમાં વેચાણ વધાર્યુ

Follow us on

 

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતે આત્મનિર્ભર યોજનાથી ટ્રેડવોરમાં ચીનને ફટકો તો આપ્યો જ છે પણ સાથે ચીની બજારોમાં ભારતીય ચીજોની પકડ પણ મજબૂત કરી  છે. એપ્રિલથી જુલાઈ દમયાનના વ્યવસાયિક અહેવાલ મુજબ ચીનમાં ભારતીય સ્ટીલનો દબદબો રહ્યો છે. ચીને ભારત પાસેથી આ સમયમાં છેલ્લા ૬ વર્ષના રેકોર્ડ તોડી  ૧.૩૦ મિલિયન ટન સ્ટીલ ખરીદ્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભારત – ચીન સીમા ઉપર સૈનિકોની અથડામણ અને ૨૦ ભારતીય સૈનિકોના શહિદ થવાની ઘટના બાદથી ભારતમાં ચીની સામાનોના બહિષ્કાર થવા લાગ્યા છે તો સરકારે પણ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા પ્રેરયા હતા. ભારતીય બજારોમાંથી ચીની ઉત્પાદનોના જાકારા સાથે ચીનમાં ભારતીય ઉત્પાદનોના દબદબા ઉપર પણ ભાર મુકાતા વ્યવસાયિક વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વ્યાપારમાં ભારતીય સ્ટીલ ઉત્પાદકોએ મોટી સફળતા હાંસલ કરી છે. ચીનમાં ભારતીય સ્ટીલનું  જોરદાર વેચાણ થયુ છે. એપ્રિલથી જુલાઈની અવધિમાં ચીનમાં ભારત દ્વારા  અગાઉના વર્ષોની તુલનામાં બમ્પર માત્રામાં સ્ટીલ નિર્યાત કરવામાં આવ્યું છે.

ભારતની અગ્રણી સ્ટીલ નિર્માતા કંપની ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલએ એપ્રિલથી જુલાઈ દરમ્યાન  વૈશ્વિક સ્તરે 4.64 મિલિયન ટન સ્ટીલનું વેચાણ કર્યુ છે જે વર્ષ ૨૦૧૯ના એપ્રિલથી જુલાઈ સુધીના સમયમાં થયેલી 1.93 મિલિયન ટન  વેચાણ કરતા બમણાથી વધુ ગણી શકાય તેમ છે. ભારતીય સ્ટીલના મુખ્ય આયાતકાર દેશ  વિયેતનામ છે પરંતુ છેલ્લે ત્રિમાસિક વ્યાપારમાં વિયેતનામના ૧.૩૭ મિલિયન ટન સ્ટીલની ખરીદી સામે ચીને પણ ભારત પાસેથી ૧.૩૦ મિલિયન ટન સ્ટીલ ભારત પાસેથી ખરીદ્યું છે.

Next Article