ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

|

Aug 16, 2023 | 2:31 PM

લોકોને લાગે છે કે નોકરી કરતાં ધંધો કરવો વધુ સારો છે અને તેમાં વધારે વૃદ્ધિ થાય છે. લોકલ સર્કલ દ્વારા દેશના 379 જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે 44% થી વધુ લોકો માને છે કે નોકરી કરતાં પોતાનો બિઝનેસ કરવો વધુ સારો છે.

ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

Follow us on

ભારત સરકાર આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ ક્ષેત્રોનો તેમાં સમાવેશ થાય જેથી દેશ આત્મનિર્ભર બની શકે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતના લોકો નોકરી (Job) કરતાં બિઝનેસ (Business) કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વે મુજબ દર 10માંથી 7 ભારતીયો બિઝનેસને પ્રાધાન્ય આપી રહ્યા છે.

લોકોને લાગે છે કે નોકરી કરતાં ધંધો કરવો વધુ સારો છે અને તેમાં વધારે વૃદ્ધિ થાય છે. લોકલ સર્કલ દ્વારા દેશના 379 જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે 44% થી વધુ લોકો માને છે કે નોકરી કરતાં પોતાનો બિઝનેસ કરવો વધુ સારો છે. ભલે ધંધો નાનો હોય, પરંતુ તેમાં આગળ વધવાનો અવકાશ રહેલો છે.

બિઝનેસની નવી તકો ઉભી થશે

આ સર્વેમાં 55% લોકોનું માનવું છે કે આવનારા સમયમાં ભારતમાં બિઝનેસની તકો વધુ ઝડપથી વધવાની છે. ખાસ કરીને 2027 સુધી જે લોકો બિઝનેસ કરે છે તેમની વૃદ્ધિ ખૂબ જ વધારે રહેશે. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા માટે સરકાર પણ ઘણા પગલાં લઈ રહી છે. સાથે જ ઘણી મોટી કંપનીઓ પણ ભારતમાં પોતાનો બિઝનેસ વધારી રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એવું માનવામાં આવે છે કે ભારત આવનારા સમયમાં વિશ્વનું બિઝનેસ હબ બની શકે છે. આ સર્વેમાં 44% લોકો માને છે કે બિઝનેસ વિસ્તરણ ઝડપી થશે. વેપારની નવી તકો પણ ઉભી થશે, પરંતુ તેનો લાભ થોડા જ લોકોને મળી શકશે.

5% લોકો પાસે દેશની 60% સંપત્તિ

ઓક્સફેમ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ભારતમાં નોકરી અને બિઝનેસ કરતા લોકોની સંપત્તિનું અંતર નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ રિપોર્ટ અનુસાર દેશની માત્ર 5% વસ્તી એવી છે કે તેમની પાસે દેશની 60% સંપત્તિ છે. 50% વસ્તી પાસે કુલ સંપત્તિમાં માત્ર 3% હિસ્સો છે. આ રિપોર્ટ અનુસાર સંપત્તિનો મોટો હિસ્સો માત્ર બિઝનેસનો છે.

આ પણ વાંચો : Banana Price: શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો, કેળાના ભાવ પહોંચ્યા 100 રૂપિયાને પાર

બિઝનેસની તકો ઝડપથી વધશે

લોકલ સર્કલના સર્વેમાં એ વાત સ્વીકારવામાં આવી છે કે ભારતમાં રોજગારને લઈને પડકારો છે. છેલ્લા એક વર્ષમાં જે રીતે ઝડપી છટણી થઈ છે, તેની અસર તેના પર પણ જોવા મળી રહી છે. વ્યવસાયની તકો વધી છે. આ સર્વે અનુસાર ભારતમાં આવનારા 4 વર્ષમાં બિઝનેસની તકો ઝડપથી વધશે. કોરોના બાદ ભારતની અર્થવ્યવસ્થામાં તેજી આવી છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદી છે તો બીજી તરફ ભારતના આર્થિક સૂચકાંકો સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article