વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ

|

Oct 13, 2021 | 8:33 AM

આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવામાં આવ્યું છે કે તે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે.

વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ
IMF said that India will continue to grow at the rate of 6.1 per cent till 2026-27.

Follow us on

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. જ્યારે આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવામાં આવ્યું છે કે તે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકાથી આ દર 5.2 ટકા સુધી રહી શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્ધિ ચાલુ રાખશે.

IMF એ મોંઘવારીને લઈને એક મોટું નિવેદન પણ આપ્યું છે. નાણાકીય ભંડોળ અનુસાર ભારતની છૂટક મોંઘવારી ચાલુ નાણાકીય વર્ષમાં 5.6 ટકા અને નાણાકીય વર્ષ 2022-23માં 4.9 ટકા રહેશે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.

ભારતે રસીકરણના મોરચે સફળતા હાંસલ કરી
ભારતીય અર્થતંત્ર અંગે IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાએ કોરોનાની બીજી લહેરમાંથી મોટી રિકવરી કરી છે. બીજી લહેરના કારણે જુલાઈમાં વિકાસ દરનો અંદાજ ઘટાડવામાં આવ્યો હતો, પરંતુ હવે જે અંદાજ છે તે જ રાખવામાં આવ્યો છે. આ સિવાય તેમણે રસીકરણની ઝડપ માટે ભારતની પ્રશંસા પણ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આ વર્ષ માટે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર 10bps ઘટી ગયો છે
IMF એ 2021 માટે વૈશ્વિક વિકાસ દરની આગાહી 10 બેસિસ પોઇન્ટ ઘટાડી છે જ્યારે 2022 માટે વૃદ્ધિ દરની આગાહી 4.9 ટકા જાળવી રાખી છે. નાણાકીય ભંડોળ અનુસાર આ કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસ દર 5.9 ટકા રહેશે. અગાઉ જુલાઈમાં તેણે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 6 ટકા રાખ્યો હતો.

વૈશ્વિક અર્થતંત્રનું કદ 5.3 ટ્રિલિયન ડોલર ઘટશે
રિપોર્ટ અનુસાર કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે. તેની લાંબા ગાળાની અસરને કારણે વૈશ્વિક અર્થતંત્રનું કદ આગામી પાંચ વર્ષમાં 5.3 ટ્રિલિયન ડોલર ઘટશે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ

 

આ પણ વાંચો : અમદાવાદ સહીત દેશના 28 શહેરોમાં મળી રહ્યો છે માત્ર 634 રૂપિયામાં LPG Cylinder, જાણો કઈ રીતે મળશે સસ્તો સિલિન્ડર?

Next Article