વિશ્વ બેંકે જાહેર કરેલા હ્યુમન કેપિટલ ઈન્ડેક્ષમાં ભારત 116માં નંબરે

વિશ્વ બેંકે 174 દેશના જાહેર કરેલ હ્યુમન કેપિટલ ઈન્ડેક્ષમાં ભારતનો નંબર 116મો આવ્યો છે. વિશ્વબેંકના મત અનુસાર સમગ્ર વિશ્વમાં કોરોનાએ, છેલ્લા 10 વર્ષના હ્યુમન કેપિટલ ડેલવપમેન્ટ ઉપર પાણી ફેરવી નાખ્યુ છે.  સ્વાસ્થ્ય, શિક્ષણ અને કુપોષણ જેવી બાબતો ઉપર ઘણા દેશોમાં સારું કામ થયું હતું. કોરોના મહામારીએ મહિલાઓ અને નબળા પરિવારોને માઠી અસર કરી છે. કોરોનાથી […]

વિશ્વ બેંકે જાહેર કરેલા હ્યુમન કેપિટલ ઈન્ડેક્ષમાં ભારત 116માં નંબરે
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:21 PM

વિશ્વ બેંકે 174 દેશના જાહેર કરેલ હ્યુમન કેપિટલ ઈન્ડેક્ષમાં ભારતનો નંબર 116મો આવ્યો છે. વિશ્વબેંકના મત અનુસાર સમગ્ર વિશ્વમાં કોરોનાએ, છેલ્લા 10 વર્ષના હ્યુમન કેપિટલ ડેલવપમેન્ટ ઉપર પાણી ફેરવી નાખ્યુ છે.  સ્વાસ્થ્ય, શિક્ષણ અને કુપોષણ જેવી બાબતો ઉપર ઘણા દેશોમાં સારું કામ થયું હતું. કોરોના મહામારીએ મહિલાઓ અને નબળા પરિવારોને માઠી અસર કરી છે. કોરોનાથી ભૂખમરા અને ગરીબીની સ્થિતિનો સસ્ત ભય રહે છે. ભારત ગતવર્ષે ૧૧૫માં ક્રમે હતું હાલમાં એક અંક નીચે ૧૧૬માં સ્થાન ઉપર પહોંચ્યું છે.

 

Human capital દેશની રાષ્ટ્રીય વ્યાપાર સ્થિતિ, નાગરિકો અંગે લેવાતા પગલાં, બાળ મરણનો દર , સવાસ્થ્ય અને શિક્ષાના દરનો અભ્યાસ કરાય છે. સર્વેક્ષણમાં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો મૃત્યુ દર અને જીવિત બાળકોનો વિકાસ દર અને તેમના ૬૦ વર્ષ સુધી જીવિત રહેવાની સંભાવનાઓ સહિતના બાબતોના અભ્યાસ બાદ રેટિંગ અપાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો