ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે, ઉદ્યોગ મંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ

|

Feb 02, 2022 | 11:09 PM

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન નિકાસ 46.53 ટકા વધીને 335.44 અબજ ડોલર થઈ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે, ઉદ્યોગ મંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
File Image

Follow us on

ઉદ્યોગ પ્રધાન (Commerce and Industry Minister) પિયુષ ગોયલે આજે આશા વ્યક્ત કરી છે કે દેશ આ નાણાકીય વર્ષમાં 400 બિલિયન ડોલરના નિકાસ (export) લક્ષ્યાંકને હાંસલ કરી શકશે. આ સાથે ઉદ્યોગ મંત્રીએ માહિતી આપી હતી કે સરકાર વિશ્વભરના દેશો સાથે મુક્ત વેપાર કરાર (free trade agreement) કરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી દેશના ઉદ્યોગોને નવા બજારો મળી રહે અને નિકાસની ગતિ વધુ વધારી શકાય. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતમાંથી નિકાસ 335 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. ખાસ વાત એ છે કે ઓમિક્રોનનો ખતરો ઘટવાથી જાન્યુઆરીમાં નિકાસમાં જોરદાર વધારો થયો છે.

નિકાસ વધારવાના પગલા પર સરકારનો ભાર

લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારત 400 બિલિયન ડોલરની નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે અને સરકાર યુએઈ, ઈયુ, કેનેડા જેવા દેશો માટે અન્ય દેશો સાથે વ્યાપાર વધારવા માટે ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોની સાથે-સાથે લગભગ તમામ ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે તેમને સંબંધિત સેક્ટરમાં દબાણ છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારોમાં તૈયાર ઉત્પાદનોના ભાવ પણ તે જ પ્રમાણમાં વધી રહ્યા છે, પરંતુ નિકાસકારોને કોઈ નુકસાન નથી.

પીયૂષ ગોયલે કહ્યું કે સતત 10માં મહિને દેશમાંથી નિકાસ 30 અબજ ડોલરથી ઉપર રહી છે અને દેશે નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં 334 અબજ ડોલરની નિકાસનું સ્તર હાંસલ કર્યું છે. આ આંકડો પાછલા સંપૂર્ણ વર્ષના નિકાસના આંકડા કરતાં વધુ છે. આવી સ્થિતિમાં આ નાણાકીય વર્ષમાં દેશ 400 ડોલરના બિલિયનના લક્ષ્યને પાર કરે તેવી પૂરી સંભાવના છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નિકાસ વધારવા માટે અન્ય દેશો સાથે વાતચીત ચાલુ છે

આ સાથે ઉદ્યોગ મંત્રીએ માહિતી આપી હતી કે સરકારે યુએઈ, ઓસ્ટ્રેલિયા, ઈયુ, કેનેડા સાથે મુક્ત વેપાર કરારો પર વાતચીત શરૂ કરી છે. આ સાથે સરકાર મધ્ય પૂર્વના દેશો સાથે પણ વાત કરી રહી છે. આ દેશોએ ભારત સાથે મુક્ત વેપાર કરારમાં વિશેષ રસ દાખવ્યો છે. સરકારને આશા છે કે ટૂંક સમયમાં આ દેશો સાથે કરારો પર વાતચીત આગળ વધી શકે છે. આ કરારો દેશના ઉદ્યોગોને તેમના વ્યવસાયના વિસ્તરણમાં મદદ કરશે અને તેઓ નવા બજારો મેળવી શકશે.

જાન્યુઆરીમાં નિકાસ 34 બિલિયન ડોલરને વટાવી ગઈ

જાન્યુઆરીમાં દેશની માલસામાનની નિકાસ 23.69 ટકા વધીને 34.06 બિલિયન ડોલર થઈ છે. એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની સારી કામગીરીને કારણે નિકાસમાં વધારો થયો છે. જોકે જાન્યુઆરીમાં વેપાર ખાધ પણ વધીને 17.94 બિલિયન ડોલર થઈ ગઈ છે.

ડેટા અનુસાર જાન્યુઆરીમાં આયાત પણ 23.74 ટકા વધીને 52.01 બિલિયન ડોલર થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરીના પ્રથમ 10 મહિનામાં નિકાસ 46.53 ટકા વધીને 335.44 અબજ ડોલર થઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 228.9 બિલિયન ડોલર હતું.

આ પણ વાંચો :  ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, IB કેડરના પુન:ગઠનને આપી મંજૂરી, જાણો શું થશે ફાયદો

Next Article