બધાં સાથે મળીને કરે કામ, ઉદ્યોગ જગતની સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને ખાસ અપીલ

દેશમાં ઉજવણીનો પ્રસંગ હોય કે કોઇપણ વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મદદની જરૂર હોય, દેશનો ઉદ્યોગ હંમેશા આગળ હોય છે. દેશના ઉદ્યોગે કોરોના જેવી મહામારી સામે લડવામાં તમામ શક્ય મદદ કરી છે.

બધાં સાથે મળીને કરે કામ, ઉદ્યોગ જગતની સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને ખાસ અપીલ
ઉદ્યોગ જગતની લોકોને ખાસ અપીલ
| Edited By: | Updated on: Aug 15, 2021 | 8:37 PM

ભારતના ઉદ્યોગપતિઓએ રવિવારે દેશના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોને રાષ્ટ્ર નિર્માતાઓના સપના પૂરા કરવા સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે કેવી રીતે કોવિડ -19 મહામારી માંથી સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે એક ટીમ તરીકે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “સ્વતંત્રતાનો અર્થ છે કે આપણે ‘કોઈના પર નિર્ભર ન હોઈએ’, કોઈના પર કે કોઈ પણ વસ્તુ પર આધારીત ન હોઈએ.

કોરોના મહામારીએ આપણને શીખવ્યું છે કે સાચી સ્વતંત્રતા બધાના વિકાસ માટે એક ટીમ તરીકે સાથે કામ કરવાથી મળે છે. આપણાં આ  75 માં સ્વતંત્રતા દિવસ પર, આપણે એકબીજા પર વિશ્વાસ કરવાનો અને સાથે કામ કરવાનો દિવસ તરીકે પણ ઉજવી શકીએ છીએ.

હર્ષ મારીવાલાએ પાઠવ્યા અભિનંદન

રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ બનાવતી  કંપની મેરિકો લિમિટેડના ચેરમેન હર્ષ મારીવાલાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આઝાદી પછી ઘણો લાંબો સમય વીતાવ્યો છે  અને ઘણો વિકાસ કર્યો છે તેમ છતાં હજુ ઘણી લાંબી યાત્રા બાકી છે.  આપણે હંમેશા યાદ રાખવું જોઈએ  કે આપણા દેશના ઘડવૈયાઓએ આ દેશ માટે શું સપનું જોયું છે અને એ સપનાને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

કિરણ મઝુમદાર શૉ એ કરી ખાસ અપીલ

બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ એ પણ ટ્વિટર દ્વારા દેશવાસીઓને દેશના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, મને આપણા દેશના ગૌરવપૂર્ણ નાગરિકો સાથે આઝાદીના આ ગૌરવશાળી  75  વર્ષ ઉજવનારા પ્રથમ લોકોમાં આવવા દો – આ એક અતુલ્ય ભારતની અદ્ભુત યાત્રા છે.

દેશમાં ઉજવણીનો પ્રસંગ હોય કે કોઇ સંઘર્ષમાંથી બહાર આવવા માટે દેશને મદદની જરૂર હોય, દેશનો ઉદ્યોગ હંમેશા આગળ પડતો જ હોય છે. દેશના ઉદ્યોગે કોરોના જેવી મહામારી સામે લડવામાં પણ તમામ શક્ય મદદ કરી છે.

રિલાયન્સના માલીક મુકેશ અંબાણી હોય કે ટાટાના રતન ટાટા, દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે કોરોના મહામારીને સમાપ્ત કરવા માટે અલગ અલગ રીતે પોતાના સ્તર પર પ્રયત્નો કર્યા છે.

આ પણ વાંચો :  PM મોદીની જાહેરાત, 100 લાખ કરોડ રૂપિયાની ગતિશક્તિ યોજના બનશે, તમે પણ જાણો શું હશે તેના ફાયદા ?