Income Tax Return: આઈટીઆર ફાઈલ કરતા પહેલા જાણો આ અપડેટ, આવકવેરા વિભાગે બદલ્યા નિયમો

Income Tax Return: આવકવેરા વિભાગે કહ્યું કે કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ એક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, સોફ્ટવેર કંપની ઈન્ફોસિસ પોર્ટલ પર અનિયમિત હિલચાલને પહોંચી વળવા માટે સક્રિયપણે પગલાં લઈ રહી છે.

Income Tax Return: આઈટીઆર ફાઈલ કરતા પહેલા જાણો આ અપડેટ, આવકવેરા વિભાગે બદલ્યા નિયમો
ITR Filing (Symbolic Image)
| Edited By: | Updated on: Jul 04, 2022 | 10:47 PM

ઈન્કમટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 31 જુલાઈ 2022 સુધીમાં વ્યક્તિગત આવકવેરા ભરનારાઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાનું રહેશે. જો તમે આ તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરો છો તો દંડ પણ લાદવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકો જલ્દીથી જલ્દી રિટર્ન ફાઈલ કરવા માંગે છે, પરંતુ આમ કરવામાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એ પણ નોંધનીય છે કે જો કોઈ વ્યક્તિની આવક કરપાત્ર ન હોય તો પણ આવી વ્યક્તિ આવકવેરા રિટર્ન પણ ફાઈલ કરી શકે છે. તેથી આવી વ્યક્તિઓને આવકવેરા રિટર્ન ભરવાના ઘણા ફાયદા પણ મળે છે. જેના કારણે હવે વેબસાઈટ પર સંખ્યા વધી ગઈ છે. જો કે, લોકોને આવકવેરા રિટર્ન ભરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આવકવેરા વિભાગે પણ પગલાં લીધાં છે.

આવકવેરા રિટર્ન માટે વિભાગે લીધો મોટો નિર્ણય

આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સોફ્ટવેર કંપની ઈન્ફોસિસ પોર્ટલ પરની “અનિયમિત હિલચાલ” ને પહોંચી વળવા “સક્રિયપણે પગલાં લઈ રહી છે”. આવકવેરા વિભાગે પણ આ અંગે ટ્વિટ પણ કર્યું છે.

લોકોની સમસ્યાઓ શું છે?

આવકવેરા વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “એવું જાણવા મળ્યું છે કે કરદાતાઓને આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલને ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ફોસિસ દ્વારા અહેવાલ મુજબ તેઓએ પોર્ટલ પર કેટલીક અનિયમિત હિલચાલ ધ્યાનમાં લીધી છે, જેનો ઉકેલ લાવવા માટે સક્રિયપણે પગલા લેવામાં આવી રહ્યા છે.”

તમને જણાવી દઈએ કે 165 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ “http://www.incometax.gov.in/” 7 જૂન, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆતથી કરદાતાઓ અને વ્યવસાયિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ફોસિસને 2019માં પોર્ટલ વિકસાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.