ઈન્કમ ટેક્સ પોર્ટલ પર પાસવર્ડ ભૂલી જવાને કારણે થઈ રહી છે સમસ્યા? જાણો સરળતાથી કેવી રીતે બદલી શકાશે પાસવર્ડ

|

Dec 19, 2021 | 7:59 PM

જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી અને તમે ભવિષ્યમાં તે કરવા જઈ રહ્યાં છો અને તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો તો ઈન્કમ ટેક્સ વેબસાઈટ મુજબ કેટલાક સરળ સ્ટેપ્સ છે, જેની મદદથી તમે પાસવર્ડ બદલી શકો છો.

ઈન્કમ ટેક્સ પોર્ટલ પર પાસવર્ડ ભૂલી જવાને કારણે થઈ રહી છે સમસ્યા? જાણો સરળતાથી કેવી રીતે બદલી શકાશે પાસવર્ડ

Follow us on

Income Tax Return (ITR) Filing: નાણાકીય વર્ષ 2020-21 માટે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. નાણાકીય વર્ષ માટે તમારું IT રિટર્ન સબમિટ કરવા માટે તમારી પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી અને તમે ભવિષ્યમાં તે કરવા જઈ રહ્યાં છો અને તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા તો ઈન્કમ ટેક્સ વેબસાઈટ મુજબ કેટલાક સરળ સ્ટેપ્સ છે, જેની મદદથી તમે પાસવર્ડ બદલી શકો છો.

 

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

તમારી આવકવેરા પોર્ટલ પ્રોફાઈલ પર તમે ત્રણ રીતે પાસવર્ડ બદલી શકો છો. જે છે- આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP દ્વારા, ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર અપલોડ કરીને અને ઈ-ફાઈલિંગ OTPનો ઉપયોગ કરીને. ચાલો આ ત્રણ પદ્ધતિઓ વિશે વિગતવાર જાણીએ.

 

આધાર OTP દ્વારા

  • સ્ટેપ 1: તમારા ઈ-ફાઈલિંગ હોમપેજ પર જાઓ અને લોગિન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: તમારું યુઝર ID દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: લોગિન સ્ક્રીન પર, સિક્યોર ઍક્સેસ મેસેજ હેઠળ Forgot Password ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: Forgot Password પેજ પર, Enter User ID ટેક્સ્ટબોક્સમાં તમારું User ID દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: Select an Option to Reset Password પેજ પર આધાર OTP વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 6: જનરેટ OTP સિલેક્ટ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 7: Verify Your Identity પેજ પર ડેકલેરેશન ચેકબોક્સ સિલેક્ટ કરો અને જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરો.
  • સ્ટેપ 8: તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને વેરીફાઈ ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 9: હવે નવો પાસવર્ડ દાખલ કરો અને તેને કન્ફર્મ કરીને સબમિટ પર ક્લિક કરો.

 

 

OTP દ્વારા ઈ-ફાઈલિંગ

  • સ્ટેપ 1: ઈ-ફાઈલિંગ હોમપેજ પર જાઓ અને લોગિન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: તમારું યુઝર ID દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: લૉગિન સ્ક્રીન પર સિક્યોર ઍક્સેસ મેસેજ હેઠળ Forgot Password ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: Select an Option to Reset Password પેજ પર, ઈ-ફાઈલિંગ OTPને પસંદ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારી જન્મ તારીખ સિલેક્ટ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 6: તમારા રજિસ્ટર્ડ સેલફોન નંબર અને ઈમેઈલ એડ્રેસ પર મોકલેલ બંને OTP દાખલ કરો અને પછી વેરીફાઈ પર ક્લિક કરો.
  • સ્ટેપ 7: Set New Passwordમાં નવો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો અને સબમિટ પર ક્લિક કરો.

 

ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર દ્વારા

  • સ્ટેપ 1: ઈ-ફાઈલિંગ હોમપેજ પર જાઓ અને લોગિન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: તમારું યુઝર ID દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: લૉગિન સ્ક્રીન પર સિક્યોર ઍક્સેસ મેસેજ હેઠળ Forgot Password ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: Select an Option to Reset Password પેજ પર ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર વિકલ્પને સિલેક્ટ કરો અને Continue પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: Set New Passwordમાં નવો પાસવર્ડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

 

આ પણ વાંચો :  આ બોલિવૂડ સ્ટાર્સ રિયલ એસ્ટેટમાંથી કરી રહ્યા છે મોટી કમાણી, દર મહિને મળે છે લાખોનું ભાડુ

Next Article