Income Tax Department એ 22000 લોકોને નોટિસ મોકલી, શું તમે પણ આ ભૂલ તો નથી કરી?

આવકવેરા વિભાગે(Income Tax Department) દેશના 22000 એવા કરદાતાઓ(Taxpayers)ને નોટિસ મોકલી છે જેમની માહિતી વિભાગના ડેટા સાથે મેળ ખાતી નથી. જેમાં પગારદાર વર્ગથી લઈને હાઈ નેટવર્થ વ્યક્તિઓ અને ટ્રસ્ટોનો સમાવેશ થાય છે.

Income Tax Department એ 22000 લોકોને નોટિસ મોકલી, શું તમે પણ આ ભૂલ તો નથી કરી?
| Edited By: | Updated on: Sep 08, 2023 | 6:50 AM

આવકવેરા વિભાગે(Income Tax Department) દેશના 22000 એવા કરદાતાઓ(Taxpayers)ને નોટિસ મોકલી છે જેમની માહિતી વિભાગના ડેટા સાથે મેળ ખાતી નથી. જેમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે તે લોકોમાં પગારદાર સામાન્ય વર્ગથી લઈને હાઈ નેટવર્થ વ્યક્તિઓ અને ટ્રસ્ટોનો સમાવેશ થાય છે.

IT વિભાગ દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર કરદાતાઓ દ્વારા આપવામાં આવેલી Tax Deduction અંગેની જાહેર કરવામાં આવેલી માહિતી તેમના Form 16 અથવા AIS અને આવકવેરાવિભાગ પાસે ઉપલબ્ધ ડેટા અલગ અલગ નજરે પડે છે. આ તમામ નોટિસ એસેસમેન્ટ વર્ષ 2023-24 હેઠળ સબમિટ કરવામાં આવેલા ટેક્સ રિટર્ન સાથે સંબંધિત છે અને આ તમામ નોટિસ છેલ્લા 15 દિવસના સમયગાળામાં અલગ અલગ લોકોને મોકલવામાં આવી છે. અમે તમને એ પણ જણાવીએ કે કઈ ટેક્સ શ્રેણીના લોકોને કેટલી નોટિસ મોકલવામાં આવી છે.

કોને નોટિસ મોકલવામાં આવી છે?

  1. આવકવેરા વિભાગે કુલ 22,000 નોટિસોમાંથી પગારદાર કરદાતાઓને લગભગ 12,000 નોટિસ મોકલી છે. સૂત્રો અનુસાર આ નોટિસોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન(ITR)માં દાવો કરાયેલ Tax Deduction અને આવકવેરા વિભાગના પોતાના ડેટા વચ્ચેનો તફાવત 50,000 કરતાં રકમનો વધુ જોવા મળ્યો છે.
  2. બીજી તરફ વિભાગે લગભગ 8,000 કરદાતાઓને નોટિસ પણ મોકલી છે. આ નોટિસ મેળવનાર લોકોમાં એ છે જેમણે હિંદુ અવિભાજિત પરિવાર (HUF) હેઠળ રિટર્ન ફાઇલ કર્યું છે. તેમના દ્વારા ફાઈલ કરવામાં આવેલા રિટર્ન અને વિભાગના ડેટા વચ્ચેનો તફાવત 50 લાખ રૂપિયાથી વધુ જોવા મળ્યો છે.
  3. આ સિવાય 900 હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ એટલે કે HNI ને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ લોકોએ આપેલી માહિતી અને ટેક્સ વિભાગના ડેટા વચ્ચે 5 કરોડ રૂપિયા અને તેનાથી વધુનો તફાવત હતો.
  4. આ નોટિસમાં ટ્રસ્ટ પણ જેડી હેઠળ આવ્યા છે, જેમના ડેટા અને વિભાગમાં મોટો તફાવત જોવા મળ્યો છે. આવા 1,200 ટ્રસ્ટ અને પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. ટ્રસ્ટ અને ટેક્સ વિભાગ વચ્ચેનો તફાવત રૂ. 10 કરોડ અને તેનાથી વધુ છે.

કરચોરી પર નજર રાખવી સરળ બની

ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, અર્થતંત્રના ડિજિટાઇઝેશનથી તેમના માટે ઇરાદાપૂર્વકની ચોરીને ટ્રેક કરવાનું સરળ બન્યું છે અને એકાઉન્ટ એગ્રીગેટર્સનું વધુ સારું સંકલન ચોરીને વધુ મુશ્કેલ બનાવશે. તેમણે કહ્યું કે AISને વધુ વ્યાપક અને વિગતવાર બનાવવા માટે કામ પહેલેથી જ ચાલી રહ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો