આફતમાંથી અવસર : કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં IPO દ્વારા ૪૫ હજાર કરોડ એકત્રિત કરાયા

|

Dec 15, 2020 | 1:25 PM

કોરોના મહામારીએ આખા વિશ્વના અર્થતંત્રને નબળું બનાવ્યું છે પરંતુ ભારતના મૂડી બજારમાં આ કપરા સમયમાં પણ રોકાણકારોએ વિશ્વાસ દેખાડ્યો છે. લગભગ તમામ દેખના અર્થતંત્રનો ગ્રાફ નીચો ગયો પણ ભારતના પ્રાઈમરી ઇકવીટી માર્કેટમાં તેજી છવાઈ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં IPO દ્વારા ૪૫ હજાર કરોડ રૂપિયા એકત્રિત થયા છે જે વર્ષ ૨૦૧૯માં થયેલા ૨૦,૩૦૦ કરોડના રોકાણની સરખામણીએ […]

આફતમાંથી અવસર : કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં IPO દ્વારા ૪૫ હજાર કરોડ એકત્રિત કરાયા
Nuvoco Vistas Corporation Ltd IPO

Follow us on

કોરોના મહામારીએ આખા વિશ્વના અર્થતંત્રને નબળું બનાવ્યું છે પરંતુ ભારતના મૂડી બજારમાં આ કપરા સમયમાં પણ રોકાણકારોએ વિશ્વાસ દેખાડ્યો છે. લગભગ તમામ દેખના અર્થતંત્રનો ગ્રાફ નીચો ગયો પણ ભારતના પ્રાઈમરી ઇકવીટી માર્કેટમાં તેજી છવાઈ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં IPO દ્વારા ૪૫ હજાર કરોડ રૂપિયા એકત્રિત થયા છે જે વર્ષ ૨૦૧૯માં થયેલા ૨૦,૩૦૦ કરોડના રોકાણની સરખામણીએ ૨.૨૫ ગણા વધુ છે. સૂત્રો અનુસાર કોરોનકલમાં થયેલું રોકાણ છેલ્લા ૫ વર્ષનું સૌથી વધુ છે

નવા યુગની તકનીક, આરોગ્યસંભાળ અને કન્ઝયુમર  કંપનીઓના IPO નું ચલણ રહેશે
તજજ્ઞો અનુસાર કેલેન્ડર વર્ષ 2021 માં નવી યુગની ટેકનોલોજી , હેલ્થકેર અને કન્ઝ્યુમર કંપનીઓનો આઈપીઓ જોવા મળશે. આઈપીઓ માર્કેટની મજબૂતાઈને જોતાં, ઘણી અનલિસ્ટેડ કંપનીઓ બજારમાં પ્રવેશ કરી શકે છે. કોવિડ -19 દ્વારા ઉદ્દભવેલા પડકારોનો સામનો કરવા માટે, ધંધાના વિકાસને ટેકો આપવા, દેવું ઘટાડવાની અને બફર મૂડી ઉભી કરવાની જરૂરિયાતને જોતાં ઇનિશિયલ માર્કેટમાંથી ફંડ ઉભું કરવાની યોજનાઓમાં વૃદ્ધિ થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેન્કર્સને 80-90 મિલિયન ડોલર ફી આવક
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે કેલેન્ડર વર્ષ 2020 માં મૂડી બજારમાંથી 80-90 મિલિયન ડોલર ફી મળી છે,ગયા વર્ષ આ રકમ 60-70 મિલિયન ડોલર હતી જે સરખામણીએ ઘણી વધુ છે. IPO સિઝનને લીધે કૅલેન્ડર વર્ષ 2020 માં રોકાણ બેન્કરોની ફી આવકનો ઇક્વિટી કેપિટલ માર્કેટ શેર ગયા વર્ષના 35 ટકાની સામે ચાલુવર્ષે 37% રહ્યો છે.

India Inc. એ 1.42 લાખ કરોડ એકત્રિત કર્યા
કોવિડ -19 દરમિયાન તેમના દ્વારા India Inc. રૂ. 1.42 લાખ કરોડ એકત્રિત કરવામાં સફળતા મળી છે. નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 65,000 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના 52,100 કરોડ રૂપિયા હતા. આ વર્ષનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હતો.

Next Article