PF ખાતા સંબંધિત અગત્યના સમાચાર , EPFO નિયમોમાં કરી રહ્યું છે જરૂરી ફેરફાર , તમે ખાતાની વિગતો અપડેટ કરી કે નહિ ?

|

Aug 27, 2021 | 8:12 AM

EPFO સભ્યોને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના (EDLI Insurance cover) હેઠળ વીમા કવરની સુવિધા પણ મળે છે. યોજનામાં નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાનું વીમા કવચ ચૂકવવામાં આવે છે.

સમાચાર સાંભળો
PF ખાતા સંબંધિત અગત્યના સમાચાર , EPFO  નિયમોમાં કરી રહ્યું છે જરૂરી ફેરફાર , તમે ખાતાની વિગતો અપડેટ કરી કે નહિ ?
Employee Provident Fund Organisation -EPFO

Follow us on

બચત ખાતું હોય કે એફડી અથવા બેંક લોકરમાં નોમિની બનાવવું જરૂરી છે. એ જ રીતે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા ધારકોના નામાંકિત કરવા જરૂરી છે. EPF અને EPS (કર્મચારી પેન્શન યોજના) ના કિસ્સામાં પણ નામાંકન થવું જોઈએ જેથી EPFO સભ્યના અકાળે મૃત્યુના કિસ્સામાં આ ફંડ નોમિનીને સમયસર ઉપલબ્ધ કરાવી શકાય.

7 લાખ રૂપિયાનું વીમા કવચ
EPFO સભ્યોને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના (EDLI Insurance cover) હેઠળ વીમા કવરની સુવિધા પણ મળે છે. યોજનામાં નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાનું વીમા કવચ ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જો સભ્ય કોઈ પણ નોમિનેશન વિના મૃત્યુ પામે છે તો દાવાની પ્રક્રિયા કરવી મુશ્કેલ બની જાય છે. જાણો તમે ઓનલાઇન માધ્યમ દ્વારા નોમિનેશનની વિગતો કેવી રીતે ભરી શકો છો.

ઈ-નોમિનેશન(E-nomination)ની સુવિધા પણ શરૂ કરાઈ
EPFO એ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. આમાં જે લોકોએ નોમિનેશન નથી કર્યું તેમને તક આપવામાં આવી રહી છે. નોમિનીના નામ જેવી આ માહિતી પછી, જન્મ તારીખ ઓનલાઇન અપડેટ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

EPF/EPS માં ઈ-નોમિનેશન(E-nomination) કેવી રીતે કરવું
>> EPFO વેબસાઇટ પર જાઓ અને ‘Servises’ વિભાગમાં ‘For Employees’ પર ક્લિક કરો.
>> હવે મેમ્બર UAN/ઓનલાઇન સેવા (OCS/OTCP)’ પર ક્લિક કરો.
>> હવે UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
>> ‘Manage’ ટેબમાં ‘E-nomination’ સિલેક્ટ કરો.
>> આ પછી ‘Provide Details’ ટેબ સ્ક્રીન પર દેખાશે, ‘SAVE’ પર ક્લિક કરો.
>> Family Declaration અપડેટ કરવા માટે ‘yes પર ક્લિક કરો.
>> હવે ‘Family Details’ પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ ઉમેરી શકાય છે.
>> નોમિની કેટલો હિસ્સો આવશે તેની જાહેરાત કરવા માટે ‘નોમિનેશન ડિટેલ્સ’ પર ક્લિક કરો. વિગતો દાખલ કર્યા પછી, ‘સેવ ઇપીએફ નોમિનેશન’ પર ક્લિક કરો.
>> OTP જનરેટ કરવા માટે ‘ઇ-સાઇન’ પર ક્લિક કરો. આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
>> ઉલ્લેખિત જગ્યામાં OTP દાખલ કરીને તેને સબમિટ કરો.

1 સપ્ટેમ્બર પહેલા પટવી લો આ કામ
EPFO ના નવા નિયમો અનુસાર, દરેક ખાતાધારકે PF એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ નિયમ 1 સપ્ટેમ્બર, 2021 થી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે EPFO એ સામાજિક સુરક્ષા કોડ 2020 હેઠળ આધારને લિંક કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા આ સમયમર્યાદા 31 મે હતી એટલે કે નવા નિયમો 1 જૂનથી અમલમાં આવવાના હતા, પરંતુ હવે તેની સમયમર્યાદા વધી ૧ સપ્ટેમ્બર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે પેટ્રોલ – ડીઝલ સસ્તાં થયા કે મોંઘા ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : 1 સપ્ટેમ્બરથી Car Insurance સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો

Next Article