Fixed Deposit માં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , નોંધી લો આ તારીખ , ચુકી જશો તો થશે આર્થિક નુકશાન , જાણો વિગતવાર

|

Sep 06, 2021 | 7:23 AM

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ની પાકતી મુદત પછી બેન્કમાં Unclaimed રકમ પર વ્યાજના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ જો તમે પાકતી મુદત પછી પૈસાનો દાવો ન કરો તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ બચત ખાતા પર મળતા વ્યાજ સમાન હશે.

સમાચાર સાંભળો
Fixed Deposit માં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , નોંધી લો આ તારીખ , ચુકી જશો તો થશે આર્થિક નુકશાન , જાણો વિગતવાર
New Rule For Fixed Deposit

Follow us on

બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed Deposits) કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા ટર્મ ડિપોઝિટ (Term Deposit) કરવા જઇ રહ્યા છો અથવા પહેલાથી જ કરી ચૂક્યા છો, તો તમારે આ તારીખની નોંધ કરી લેવી જ જોઇએ. જો તમે આમ નહિ કરો તો તમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ની પાકતી મુદત પછી બેન્કમાં Unclaimed રકમ પર વ્યાજના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ જો તમે પાકતી મુદત પછી પૈસાનો દાવો ન કરો તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ બચત ખાતા પર મળતા વ્યાજ સમાન હશે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેને ટર્મ ડિપોઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે લોક-ઇન પિરિયડ દરમિયાન ખાતરીપૂર્વક રિટર્ન આપે છે. આ સૌથી લોકપ્રિય બચત યોજનાઓમાંની એક છે કારણ કે રિટર્ન પૂર્વનિર્ધારિત અને ચોક્કસ સમયગાળા માટે નિશ્ચિત છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ તારીખ યાદ રાખો
જો ફિક્સ્ડ ડિપોઝિટ મેચ્યોર થાય છે અને રકમ ચૂકવવામાં આવતી નથી અથવા દાવો કરવામાં આવતો નથી તો વ્યાજ દર બચત ખાતા મુજબ અથવા મેચ્યોર FD પર નિશ્ચિત વ્યાજ દર, જે પણ ઓછું હોય તે રહશે. તેથી, થાપણદારોએ નિયત તારીખની નોંધ લેવી જોઈએ અને વ્યાજની ખોટ ટાળવા માટે નિયત તારીખે રસીદ રીન્યુ કરાવવી જોઈએ. નવા નિયમો તમામ કોમર્શિયલ બેંકો, નાની ફાઇનાન્સ બેન્કો, સ્થાનિક વિસ્તારની બેન્કો અને સહકારી બેંકોમાં લાગુ પડે છે.

જૂનો નિયમ શું હતો?
અગાઉ, જો તમે એફડી મેચ્યોરિટી પછી પૈસા ઉપાડ્યા ન હતો અથવા દાવો કર્યો નથી, તો બેંક તમારી FD એ જ સમયગાળા માટે લંબાવશે જેના માટે તમે અગાઉ ફિક્સ્ડ ડિપોઝિટ કરી હતી. પણ હવે એવું નથી. હવે જો તમે પાકતી મુદતે નાણાં ન ઉપાડો તો તમને ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ નહીં મળે. તેથી મેચ્યોરિટી પછી તરત જ નાણાં ઉપાડવું અથવા FD રિન્યૂ કરવું વધુ સારું છે.

જો કે, નાણાકીય આયોજકોનું કહેવું છે કે FD પસંદ કરતા પહેલા વ્યાજદર પર એક નજર નાખવી જોઈએ. કેટલીક નાની ફાઇનાન્સ બેંકો (SBF) ટોચના ધિરાણકર્તાઓની તુલનામાં આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. વ્યાજ દરમાં કાપ હોવા છતાં કેટલીક નાની ફાઇનાન્સ બેન્કો 6.75 ટકાથી 7 ટકા વચ્ચે સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું છે કે મોંઘુ? જાણો અહેવાલમાં

 

આ પણ વાંચો : IT Refund : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ

Next Article