Demat – Trading Account KYC : ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકોને ડિપોઝિટરીઝ દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ કરવા કહેવામાં આવ્યું હતું. અપડેટ કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થવા માટે માત્ર 7 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ તેને જલ્દીથી અપડેટ કરવું જોઈએ અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.
ડીમેટ/ટ્રેડિંગ એકાઉન્ટ ધારક દ્વારા અપડેટ કરવા માટે જરૂરી KYC નીચે મુજબ છે
KYC અપડેટના હોય તો શું થશે ?
જો નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ડીમેટ અથવા ટ્રેડિંગ ખાતામાં આ કેવાયસી વિગતો અપડેટ નહીં કરાય, તો એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે. જો ખાતું કેવાયસી સુસંગત નથી તો ખાતાધારક શેરબજારમાં વેપાર કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ કંપનીના શેર ખરીદે છે તો પણ આ શેર તેના ખાતામાં કેવાયસી વિગતો અપડેટ થાય ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરિફાઈડ હોવા જોઈએ
જો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી એક કરતા વધારે ડીમેટ ખાતામાં દાખલ કરવામાં આવ્યા છે અને કુટુંબની વિગતો અપડેટ કરવામાં આવી નથી તો આવા ડીમેટ ખાતા ધારક પાસે પોતાનો મોબાઇલ નંબર / ઇમેઇલ આઈડી સુધારણા ફોર્મ અથવા વિનંતી પત્ર સબમિટ કરવા માટે 15 દિવસનો સમય રહેશે.
જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો આવા એકાઉન્ટ્સને બિન-સુસંગત એકાઉન્ટ્સ તરીકે વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં એક લાખથી 25 લાખની આવકવાળા લોકોનો સમાવેશ કરવામાં આવશે. ખાતાધારકોએ તેમની આવક મર્યાદા વિશે ડિપોઝિટરીને જાણ કરવી પડશે, જે વ્યક્તિઓ અને બિન-વ્યક્તિગત વિવિધ શ્રેણીઓ માટે વર્ગીકૃત કરવામાં આવશે.
બધા લાભાર્થી એટલે કે (BO) માટે અલગ મોબાઈલ નંબર અને ઇમેઇલ સરનામાં આપવાના રહેશે. જો કે, લેખિત ઘોષણા રજૂ કર્યા પછી, BO તેના / તેણીના પરિવારના સભ્યોના મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામાંને અપડેટ કરી શકે છે. આમાં પત્ની, આશ્રિત માતાપિતા અને બાળકોની વિગતો સામેલ રહશે.
આ પણ વાંચો : Bharti Airtel 21000 કરોડ માટે Rights Issue લાવશે, 5 ઓક્ટોબરથી મળશે સસ્તા ભાવે શેર ખરીદવાની તક
આ પણ વાંચો : Paras Defence and Space IPO: બે દિવસમાં 40 ગણો સબ્સ્ક્રાઇબ થયો ઈશ્યુ, આજે બંધ થશે IPO