ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલ્વે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) આગામી સાત દિવસ સુધી રાત્રે છ કલાક માટે બંધ રહેશે. રેલવે મંત્રાલયે આ અંગેની જાહેરાત કરી છે. આ પગલું સિસ્ટમ ડેટા, નવા ટ્રેન નંબર અને અન્ય કાર્યોના અપગ્રેડેશન માટે છે. આ પ્રવૃત્તિ 14 અને 15 નવેમ્બરની મધ્યરાત્રિથી 20 અને 21 નવેમ્બરની રાત્રિ સુધી ચાલશે.
Railways taking steps to normalise passenger service in phased manner.@PIB_India @RailMinIndia pic.twitter.com/xo4UFGnSqp
— South Western Railway (@SWRRLY) November 14, 2021
રેલ્વેએ જણાવ્યું હતું કે તમામ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી સંખ્યામાં જૂના ટ્રેન નંબરો અને વર્તમાન પેસેન્જર બુકિંગ ડેટા અપડેટ થવાના હોવાથી તેને તબક્કાવાર શ્રેણીમાં કરવાનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ટિકિટિંગ સેવાઓ પર અસર ઘટાડવા માટે આ કામ રાત્રિના સમયે કરવામાં આવશે.
આ સેવાઓ મળશે નહીં
આ 6 કલાક દરમિયાન ટિકિટ રિઝર્વેશન, વર્તમાન બુકિંગ, કેન્સલેશન, પૂછપરછ સેવાઓ વગેરે જેવી કોઈ PRS સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.આ સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓ ટ્રેનો શરૂ કરવા માટે એડવાન્સ ચાર્ટિંગની ખાતરી કરશે. PRS સેવાઓ સિવાય 139 સહિત અન્ય તમામ પૂછપરછ સેવાઓ અવિરત ચાલુ રહેશે.
દક્ષિણ પશ્ચિમ રેલવેની અખબારી યાદી અનુસાર, આ સિસ્ટમ ડેટાના અપગ્રેડેશન અને નવા ટ્રેન નંબર વગેરેને અપડેટ કરવા સક્ષમ બનાવવા માટે છે. મોટી સંખ્યામાં મેલ/એક્સપ્રેસ ટ્રેનો જૂનાટ્રેન નંબરો અને વર્તમાન પેસેન્જર બુકિંગ ડેટા અપડેટ થવાનો છે. આ માટે કાળજીપૂર્વક કેલિબ્રેટેડ તબક્કાઓની શ્રેણીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાત્રિના કલાકો દરમિયાન અમલમાં મુકવામાં આવ્યું છે જેથી પ્રભાવ ઘટાડી શકાય.
ટ્રેનો કોરોનાકાળ પહેલાની જેમ દોડશે
નોંધનીય છે કે કોરોનાની અસર ઓછી થતાં જ રેલવે બોર્ડે ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં લાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં તમામ ટ્રેનો સામાન્ય નંબરો સાથે દોડવા લાગશે. એટલે કે, નંબરોમાંથી શૂન્ય દૂર કરવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોમાં સ્પેશિયલ ક્લાસ બાદ ભાડું વધાર્યું છે તે પણ પહેલા જેવું જ રહેશે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ટ્રેનોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. રિઝર્વેશન વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય યાત્રા દરમિયાન ધાબળા અને ચાદર આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ
Published On - 7:55 am, Mon, 15 November 21