
ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રહી છે, પરંતુ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો હજુ પણ તેના વિકાસના માર્ગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા અને હવામાન સંબંધિત પડકારો આગામી નાણાકીય વર્ષમાં દેશના આર્થિક પ્રદર્શનને અસર કરી શકે છે તેવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF) નું કહેવુ છે કે તેલની કિંમતો અને નબળા ચોમાસુ ભારતના જીડીપી ગ્રોથ માટે બે સૌથી મોટા જોખમ સમાન છે. IMF ના એક અધિકારીએ જણાવ્યુ કે નાણાકીય વર્ષ 2026-27માં ભારતના GDP ગ્રોથ માટે મિડલ ઈસ્ટમાં વધતુ ટેન્શન અને અલ નીનોની અસરથી નબળુ પડેલુ ચોમાસુ બહુ મોટુ જોખમ છે. યુદ્ધને કારણે તેલની કિંમતો સતત વધી રહી છે. તેલ પર ભારતની નિર્ભરતા સૌથી મોટો પડકાર ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પોતાની તેલની જરુરિયાતનો લગભગ 80% હિસ્સો ભારત આયાત કરે છે. આનાથી ભારત એનર્જી શોકનો ભોગ બની શકે છે. આનાથી વિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે સાથે જ મોંઘવારી વધવાની ભીતિ...
Published On - 8:59 pm, Tue, 21 July 26