જો તમે બજાજનું Pulsar 150 સીસી બાઈક ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

આજના સમયમાં બાઈક એ જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે બજાજની 150 સીસીની Pulsar બાઈક ખરીદવા માંગો છો તો આ જગ્યાએથી ખરીદવી તમારા માટે ફાયદાકારક છે.

જો તમે બજાજનું Pulsar 150 સીસી બાઈક ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો
Pulsar 150 cc bike
| Edited By: | Updated on: Jul 30, 2023 | 2:27 PM

આજના સમયમાં બાઈક (Bike) એ જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. દરેક ઘરમાં ઓછામાં ઓછું એક ટુ-વ્હીલર તો હોય જ છે. ત્યારે કેટલાક લોકો તેમની જરૂરિયાત માટે તો કેટલાક લોકો પોતાના શોખ માટે બાઈક ખરીદતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે બજાજની 150 સીસીની Pulsar બાઈક ખરીદવા માંગો છો તો આ જગ્યાએથી ખરીદવી તમારા માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો શું તમે Maruti Grand Vitara કાર ખરીદવા માંગો છો ? તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

આ બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે

જો તમે બજાજની 150 સીસીની Pulsar બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે ગુજરાતના વલસાડમાં Pulsar 150ના સિંગલ ડિસ્ક વેરિયન્ટની ઓન રોડ કિંમત રૂ.1,22,697 છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આ જ વેરિયન્ટની ઓન રોડ કિંમત રૂ.1,28,172 છે. તેથી જો બજાજનું Pulsar 150 બાઈક ખરીદવા માગતા હો તો તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં 6 હજાર સસ્તું મળશે.

Bajaj Pulsar 150 cc bike

તમે જો મહારાષ્ટ્રમાં રહો છો અને એમાં પણ જો તમે ગુજરાત બોર્ડર પર રહેતા હોવ તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા વલસાડમાં આ બાઈક મહારાષ્ટ્રના નાસિકની સરખામણીએ 6 હજાર સસ્તું મળી રહ્યું છે.

Bajaj Pulsar 150 cc bike

બજાજની 150 સીસીની Pulsar બાઈકમાં 2 વેરિયન્ટ આવે છે

Pulsar 150ના સિંગલ ડિસ્ક વેરિયન્ટ ગુજરાતના વલસાડમાં ઓન રોડ પ્રાઈસ 1,22,697 રૂપિયા છે જ્યારે મહારાષ્ટ્રના નાસિકમાં તે 1,28,172 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે ટ્વીન ડિસ્ક વેરિયન્ટવાળી Pulsar P150ની વલસાડમાં ઓન રોડ પ્રાઈસ 1,25,936 રૂપિયા અને નાસિકમાં તેની કિંમત 1,31,561 રૂપિયા છે. તેથી આ વેરિયન્ટની બાઈક જો ગુજરાતમાંથી ખરીદવામાં આવે તો આમાં પણ 6 હજારનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.