જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર

|

Sep 10, 2021 | 5:50 PM

બિલની તારીખ પહેલા તેના વ્યવહારો પર નજર રાખવી સરળ નથી. જો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે તો તમારી સમસ્યા વધી પણ જાય છે.

સમાચાર સાંભળો
જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર
CREDIT CARD

Follow us on

ક્રેડિટ કાર્ડ(CREDIT CARD) મેળવવાની પ્રક્રિયા સરળ છે પરંતુ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરીને બાકી રકમ સમયસર ચૂકવવી અને તે યાદ રાખવી ક્યારેક તેટલીજ મશ્કેલ બને છે. બિલની તારીખ પહેલા તેના વ્યવહારો પર નજર રાખવી સરળ નથી. જો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે તો તમારી સમસ્યા વધી પણ જાય છે.

સમયસર પેમેન્ટ ન થાય તો તે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માત્ર એક કાર્ડ રાખવા માંગે છે અને પછી બીજા કાર્ડને બંધ કરી દે છે. ક્રેડિટ કાર્ડ બંધ કરતી વખતે તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા કાર્ડમાં ઉપલબ્ધ પોઈન્ટ, રીવોર્ડ અને અન્ય સુવિધાઓનો લાભ લઇ લેવો જોઈએ. ઘણા લોકો આ માટે લાંબા સમયથી રીવોર્ડ પોઈન્ટ જમા કરે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે જે સમયે તમે કાર્ડ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છો, તે સમયે તમારા ક્રેડિટ કાર્ડ પર કોઈ બાકી બેલેન્સ ન હોવું જોઈએ. કાર્ડ બંધ કરતા પહેલા પેમેન્ટ ક્લિયર હોવું જરૂરી છે કારણ કે તમારે વ્યાજ સાથે વધુ પૈસા જમા કરાવવા પડી શકે છે. જો બાકી પેમેન્ટમાં વિલંબ થાય છે તો તમને દંડ પણ થઈ શકે છે. ઘણી વખત તમે તમારો પગાર આવતાની સાથે જ ઓટો પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો આ વિકલ્પથી તમે સમયસર નાણાં ચૂકવી શકો છો. ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા તમારે તમામ ઓટો પેમેન્ટ ચૂકવણી બંધ કરવી પડશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ સાથે એવી ઘણી સુવિધાઓ જે તમે દર મહિને ક્રેડિટ કાર્ડથી મેળવો છો, તેને પણ ઓટો પેમેન્ટ મોડમાંથી દૂર કરવી પડશે. નેટફ્લિક્સ અથવા અન્ય ઓટીટી પ્લેટફોર્મ માટે ઓટો પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત EMI અને અન્ય ઘણી પ્રકારની ચુકવણીઓ પણ છે. આ બધાને બંધ કરવા પડશે પછી જ તમે કાર્ડ બંધ કરવાની પ્રક્રિયામાં આગળ વધી શકો છો.

હેકર્સથી સાવધાનો રહો
જો તમે તમારા ફોન પર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ પિન, આધાર કાર્ડ, પાન નંબર સાચવો છો, તો હેકરોથી સાવધ રહો.તમારા જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરવાને બદલે તમારું નવું બંધ કરો. ક્રેડિટ સ્કોરની ગણતરી પર તેની અસર પડે છે. જુના ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ સ્કોરમાં યોગદાન વધારે રહેશે. જો તમે મોટી લોન માટે અરજી કરી રહ્યા હો તો ક્રેડિટ કાર્ડ બંધ કરશો નહીં. ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોરને અસર થઈ શકે છે.

 

આ પણ વાંચો :  TATA GROUP ના આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને બનાવ્યા 47 લાખ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં ?

 

આ પણ વાંચો : TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

Next Article