GOOD NEWS : ICICI બેંકે બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો, હવે ફિક્સ્ડ ડિપોઝિટથી થશે વધુ આવક

|

Apr 22, 2022 | 11:17 AM

ICICI બેંકે આ મહિને બીજી વખત ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ (FD Interest Rate) દરમાં વધારો કર્યો છે. બેંકમાં એફડી કરનાર ગ્રાહકોને પહેલા કરતા વધુ વ્યાજ મળશે.

GOOD NEWS : ICICI બેંકે બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો, હવે ફિક્સ્ડ ડિપોઝિટથી થશે વધુ આવક
ICICI Bank increased interest rates

Follow us on

ખાનગી ક્ષેત્રની ધિરાણ આપનાર ICICI બેંકે (ICICI Bank) ફરી એકવાર કરોડો ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર (FD Interest Rates) માં વધારો કર્યો છે. 2 કરોડથી વધુ અને 5 કરોડ રૂપિયાથી ઓછી FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 21 એપ્રિલ, 2022થી અમલમાં આવ્યા છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ICICI બેંકે અનેક મુદત માટે વ્યાજ દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ, ICICI બેંક 1 વર્ષ અથવા 15 મહિનાથી ઓછી એફડી પર 4.25 ટકા વ્યાજ આપતું હતી, જે વધારીને 4.30 ટકા કરી દેવામાં આવી છે. આ રીતે, ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

અગાઉ, બેંક 15 મહિનાથી 18 મહિનાથી ઓછા સમયગાળામાં પાકતી થાપણો પર 4.30 ટકા વ્યાજ દર લાગુ કરતી હતી, પરંતુ હવે તે 4.40 ટકા થશે. તેમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. 18 મહિનાથી 2 વર્ષમાં પાકતી થાપણો પર વ્યાજ દર 4.40 ટકાથી વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો છે. અહીં પણ 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

નવો વ્યાજ દર

2 વર્ષમાં અને એક દિવસથી 3 વર્ષમાં પાકતી FD પર વ્યાજ દર 4.60 ટકા છે. 3 વર્ષ, 1 દિવસથી 5 વર્ષમાં પાકતી FD પર 4.70 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. તથા, 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષમાં પાકતી FDનો વ્યાજ દર 4.70 ટકા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ICICI બેંક રૂ. 2 કરોડ અને તેનાથી વધુ પરંતુ રૂ. 5 કરોડથી ઓછી ડિપોઝીટ પર 7 થી 29 દિવસમાં 2.50 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. 30 થી 60 દિવસની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દર 2.75 ટકા રહેશે. 61 દિવસથી 90 દિવસમાં પાકતી FD પર હવે 3% વ્યાજ મળશે. ICICI બેંક 91 થી 184 દિવસમાં ટર્મ ડિપોઝિટ પર 3.35 ટકા વ્યાજ દર રજુ કરી રહી છે.

185 દિવસથી 270 દિવસની પાકતી થાપણો પર, ICICI બેંક 3.60 ટકા વ્યાજ ઓફર કરી રહી છે અને 271 દિવસથી 270 દિવસ સુધી એક વર્ષથી ઓછા સમયમાં પાકતી થાપણો પર, બેંક પણ 3.80 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ મહિને ખાનગી ક્ષેત્રની મોટી બેંકો HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક અને IDBI બેંકે ફિક્સ્ડ ડિપોઝીટના દરમાં વધારો કર્યો છે.

સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટની અવધિ લંબાવી

ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી ગોલ્ડન યર સ્પેશિયલ FD સ્કીમની અવધિ લંબાવી છે. સ્પેશિયલ એફડી સ્કીમ 20 જાન્યુઆરી 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી અને 8 એપ્રિલ 2022ના રોજ બંધ થઈ રહી હતી. ICICI બેંકે આ યોજનાને 7 ઓક્ટોબર 2022 સુધી લંબાવી છે. વરિષ્ઠ નાગરિક સુવર્ણ વર્ષ FD યોજનામાં, 2 કરોડથી ઓછી રકમની FD પર વધારાના વ્યાજ દર આપવામાં આવશે. વિશેષ FD યોજના હેઠળ મર્યાદિત સમય માટે વધારાનું 0.25 ટકા વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ દર વર્તમાન વાર્ષિક 0.50 ટકા કરતા 0.25 ટકા વધારે હશે. એટલે કે વરિષ્ઠ નાગરિકોને સામાન્ય થાપણદાર કરતાં 0.75 ટકા વધુ વ્યાજ મળશે.

આ પણ વાંચો :IPL 2022: એક ઓવરમાં 35 રન પડ્યા તો મજાક બની ગયો, હવે 2 સપ્તાહમાં જ ઘાતક બોલીંગ વડે મચાવી ધમાલ

આ પણ વાંચો :Jersey box office prediction : શું RRR અને KGF ચેપ્ટર 2 સામે શાહિદ કપૂરની ‘જર્સી’ ટકી શકશે?

Next Article