Automobile News: હ્યુન્ડાઈની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર Ioniq-5 ભારતીય રસ્તા પર દોડવા તૈયાર, માત્ર 18 મિનિટમાં થશે ચાર્જ

|

Nov 23, 2021 | 3:42 PM

સૌથી ઝડપી સપોર્ટેડ ચાર્જર વડે તેને 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ સિવાય પાંચ મિનિટના ચાર્જિંગ પર 100 કિમીની રેન્જ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે

Automobile News: હ્યુન્ડાઈની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર Ioniq-5 ભારતીય રસ્તા પર દોડવા તૈયાર, માત્ર 18 મિનિટમાં થશે ચાર્જ
electric car Ioniq-5

Follow us on

ભારતનાં ગુરુગ્રામમાં હ્યુન્ડાઇના નવા હેડક્વાર્ટરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઓલ-ઇલેક્ટ્રિક Ioniq-5નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તે જ સમયે, ઓલ-ઇલેક્ટ્રિક Hyundai Ioniq-5 કારનો એક વીડિયો આ દિવસોમાં ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. હ્યુન્ડાઇએ ફેબ્રુઆરી 2021 માં હ્યુન્ડાઇના સમર્પિત EV(Electric Vehicle)સબડિવિઝન, Ioniq હેઠળ ઉત્પાદિત થનારી પ્રથમ EV તરીકે વૈશ્વિક પદાર્પણ કર્યું હતું.

Hyundai Ioniq-5 58kWh અને 72.6kWh ના બે બેટરી પેક દ્વારા સંચાલિત છે. કાર નિર્માતા બંને બેટરી સાથે રીઅર-વ્હીલ ડ્રાઇવ અથવા ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ ઓફર કરે છે. કાર ની એક બેટરી પેક 481km સુધીની રેન્જ આપે છે.

દક્ષિણ કોરિયન ઓટોમેકર હ્યુન્ડાઇ ભારતીય બજારમાં તેની એકમાત્ર ઇલેક્ટ્રિક SUV Kona વેચે છે. . તે ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર આર્કિટેક્ચર (E-GMP)નામના EV માટે બનાવેલા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. . ઓલ-ઇલેક્ટ્રિક Hyundai Ioniq-5 ભારતમાં, વધુ સ્પષ્ટ રીતે, ચેન્નાઇમાં જોવામાં આવ્યું છે. જો કે, હ્યુન્ડાઈએ હજુ સુધી ભારતમાં Ioniq-5 લોન્ચ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

સિંગલ ચાર્જમાં ઉત્તમ રેન્જ
Ioniq-5 કાર બે બેટરી પેક સાથે આવે છે, 58kWh અને 72.6kWh.વેરિઅન્ટ પર આધાર રાખીને, કાર નિર્માતા બંને બેટરી સાથે રીઅર-વ્હીલ ડ્રાઇવ અથવા ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ ઓફર કરે છે. મોટી બેટરી વધુ માં વધુ 481km સુધીની WLTP પ્રમાણિત રેન્જ છે, જ્યારે અન્ય બેટરી પેક 385km સુધીની રેન્જ આપી શકે છે .

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતમાં ક્યારે લોન્ચ થશે?
Porsche Taycan ની જેમ, Ioniq-5 પણ 800-વોલ્ટ સુપર-ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. WLTP(Worldwide Harmonized Light Vehicles Test Procedure)મુજબ, સૌથી ઝડપી સપોર્ટેડ ચાર્જર વડે તેને 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ સિવાય પાંચ મિનિટના ચાર્જિંગ પર 100 કિમીની રેન્જ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, હ્યુન્ડાઇ ભારતમાં 2022 અથવા 2023 માં Ioniq-5 લોન્ચ કરવાની યોજના બનાવી શકે છે.

ડિઝાઇન અને કેબિન વિશે શું ખાસ છે
Hyundai Ioniq-5 એ ભવિષ્યવાદી ઇલેક્ટ્રિક ક્રોસઓવર SUV છે. તે સીધા-બાજુવાળા તત્વો સાથે સુઘડ ડિઝાઇન ધરાવે છે. હ્યુન્ડાઇ કહે છે કે Ioniq-5 ની બાહ્ય ડિઝાઇન પોની (Car maker’s first mass-market car) દ્વારા પ્રેરિત છે. તેના ફ્રન્ટમાં હાઈ એલઈડી હેડલાઈટ અને ક્વોડ ડીઆરએલ આપવામાં આવી છે. એ જ રીતે, પાછળના ભાગમાં ચોરસ આકારની LED પાછળની લાઇટ અને એક સંકલિત સ્પોઇલર મળે છે. કેબિનમાં આવતાં, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સાથે બે મોટા 12.25-ઇંચ ડિસ્પ્લે છે. આ સિવાય બોસ સાઉન્ડ સિસ્ટમ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, હેન્ડ્સ-ફ્રી ટેલગેટ, 360-ડિગ્રી કેમેરા, સાત એરબેગ્સ અને લેવલ 2 ઓટોનોમસ સુવિધા મળે છે.

Published On - 3:41 pm, Tue, 23 November 21

Next Article