આધાર કાર્ડમાં મોબાઈલ નંબર વગર સુધારો કેવી રીતે કરવો, 4 સરળ સ્ટેપ્સમાં સમજો પુરી પ્રક્રિયા

|

Aug 14, 2022 | 9:05 PM

જેમની પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નથી, તેઓ નીચે દર્શાવેલી રીત મુજબ આધારમાં સુધારો (Aadhaar card correction without mobile number) કરી શકે છે. આ કામ ઓફલાઈન રહેશે કારણ કે તમે OTP મેળવવા માટે આધારમાં કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો નથી.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર વગર સુધારો કેવી રીતે કરવો, 4 સરળ સ્ટેપ્સમાં સમજો પુરી પ્રક્રિયા
Aadhaar Updates (Symbolic Image)

Follow us on

Aadhaar card correction without mobile number: આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે. UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભારત સરકારની એજન્સી છે. આધાર કાર્ડમાં 12 અંકનો યુનિક કોડ હોય છે, જેને આધાર નંબર કહેવાય છે. સમય જતાં આધાર આપણા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. આધાર એ આપણો ઓળખ પુરાવો છે જે ભારતીય નાગરિકતાની પુષ્ટિ કરવા માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પાસપોર્ટ, પાન અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા અન્ય ઓળખ કાર્ડનો કોઈ ઉપયોગ નથી. આ તમામ દસ્તાવેજો આધાર જેટલા જ મહત્વપૂર્ણ છે.

જેમ કે અન્ય કાર્ડમાં જોવા મળે છે, તે રીતે આધારમાં પણ કેટલીક ભૂલ જોવા મળતી હોય છે. ક્યારેક પ્રિન્ટમાં ભૂલ હોય છે તો ક્યારેક ખોટી માહિતી આપવા સંબંધિત અચોક્કસતા જોવા મળે છે. તેને સુધારવી જરૂરી છે કારણ કે ક્યાંક ખોટી માહિતી આપવા કરતાં ન આપવી તે વધુ સારું છે. તેને ધ્યાનમાં રાખીને આધારમાં સુધાર કરવાની સરળ રીતો આપવામાં આવી છે. આ કરેક્શન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. તેથી, જે લોકો પાસે કોઈ નોંધાયેલ મોબાઈલ નંબર નથી, તેઓ નીચેની રીતે આધારમાં સુધારો કરી શકે છે. આ કામ ઓફલાઈન રહેશે કારણ કે તમે OTP મેળવવા માટે આધારમાં કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સ્ટેપ્સને અનુસરો

  • તમારા ઘરની નજીકના કોઈપણ આધાર કેન્દ્રની મુલાકાત લો અને આધાર કાર્ડ કરેક્શન ફોર્મ મેળવો.
  • ફોર્મ ભરો અને આધાર કાર્ડની નકલ અને પાન, ઓળખ કાર્ડ જેવા અન્ય ઓળખ કાર્ડની નકલ જોડો.
  • આધાર કેન્દ્ર પર ઈન્સ્ટોલ કરેલ મશીન પર બાયોમેટ્રિક વિગતોની ચકાસણી કરાવો. આ માટે તમારે અંગૂઠાની છાપ, રેટિના સ્કેન કરાવવાનું રહેશે.
  • આધાર કેન્દ્રના ઓપરેટર તમને એક સ્વીકૃતિ રસીદ આપશે. તમારો મોબાઈલ નંબર 2-5 દિવસમાં આધાર સાથે લિંક થઈ જશે.

આ સુધારાઓ ઑફલાઈન કરી શકાય છે

  • નામ
  • એડ્રેસ
  • જન્મ તારીખ
  • લિંગ
  • મોબાઇલ નંબર
  • ઈ મેઈલ આઈડી

આધારમાં કેવી રીતે સુધારવું અથવા અપડેટ કરવું

UIDAI વેબસાઈટની મુલાકાત લો અને લોગિન કરો. આ કામ ત્યારે જ થશે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ જશે. જો તમે આ માટે અગાઉ અરજી કરી હોય તો મોબાઈલ નંબર 3-5 દિવસમાં રજીસ્ટર થઈ જાય છે. આ મોબાઈલ નંબર પર OTP આવે છે, જેની મદદથી આધારને સુધારી શકાય છે અથવા અપડેટ કરી શકાય છે.

Next Article