
નવેમ્બર મહિનામાં દિવાળીના કારણે દેશભરની બેંકોમાં સળંગ વધુ દિવસોની રજાઓ છે. દિવાળી વીતી ગઈ છે પરંતુ હજુ કેટલીક રજાઓ ચાલી રહી છે. ધનતેરસ થી શરૂ કરીને ભાઈબીજ સુધી સતત દિવાળીના તહેવારોની ઉજવણી કરાય છે જેના કારણે બેંકોમાં રજા હોય છે.
આજે અને કાલે એટલે કે 14મી નવેમ્બર અને 15મી નવેમ્બરે પણ બેંક બંધ છે? શું બેંકોમાં કામ નહીં થાય? હા, આ બંને દિવસે પણ દેશના ઘણા શહેરોમાં બેંકો કામ કરશે નહીં.
આજે ઘણી જગ્યાએ ગોવર્ધન પૂજાનો પર્વ પણ ઉજવવામાં આવશે. દેશના મોટાભાગના શહેરોમાં દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઉજવવામાં આવે છે. અગરતલા, દેહરાદૂન, ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર, લખનૌમાં 13મી નવેમ્બરે ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા/દીપાવલી/દિવાળીના કારણે બેંકોમાં રજા હતી.
આજે મંગળવાર 14 નવેમ્બર, 2023 ના રોજ, દિવાળી બલ પ્રતિપદા / વિક્રમ સંવત નવું વર્ષ / લક્ષ્મી પૂજાના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ગંગટોક, મુંબઈ, નાગપુરમાં બેંકોમાં રજા રહેશે.
આવતીકાલે બુધવારે 15 નવેમ્બર 2023 બુધવારના રોજ ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનૌ અને શિમલામાં રજાઓ છે. ભાઈ બીજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / નિંગલ ચક્કુબા ભ્રાત્રી દ્વિતિયાના કારણે બેંકો બંધ રહેશે.
નવેમ્બરમાં વધુ રજાઓ આવી રહી છે જેમાંથી છઠ સૌથી મોટો તહેવાર હશે. ત્રણ વીકએન્ડ સહિત હજુ સાત દિવસની રજાઓ બાકી છે.