તમારી અજ્ઞાનતાના લીધે હોટેલ-રેસ્ટોરન્ટસવાળા લઈ રહ્યા છે એવા ટેક્સના 10 ટકા વધારે રુપિયા જે ભારતમાં લાગુ જ નથી પડતો, આ ખબરને વાંચીને ઘટાડો તમારું 10 ટકા બિલ

દેશમાં કોઈપણ હોટેલના ખાણી-પીણીના બિલમાં જો સર્વિસ ચાર્જ માગવામાં આવ્યો હોય તે ગ્રાહક પર નિર્ભર છે કે તેમને તે ચુકવવો કે નહીં. સર્વિસ ચાર્જને લઈને એક ઘટનામાં અદાલતે હોટેલના માલિકને દોષી ઠેરવ્યો છે. ઘટના બની હતી દિલ્હીમાં આવેલાં કન્નોટ પ્લેસની એક હોટેલમાં જેમાં કુલ નાણાં 22814નું બિલ ગ્રાહકને આપવામાં આવ્યું હતું. ગ્રાહક પોતે વકીલ હોવાથી […]

તમારી અજ્ઞાનતાના લીધે હોટેલ-રેસ્ટોરન્ટસવાળા લઈ રહ્યા છે એવા ટેક્સના 10 ટકા વધારે રુપિયા જે ભારતમાં લાગુ જ નથી પડતો, આ ખબરને વાંચીને ઘટાડો તમારું 10 ટકા બિલ
| Edited By: | Updated on: Jan 28, 2019 | 5:50 AM

દેશમાં કોઈપણ હોટેલના ખાણી-પીણીના બિલમાં જો સર્વિસ ચાર્જ માગવામાં આવ્યો હોય તે ગ્રાહક પર નિર્ભર છે કે તેમને તે ચુકવવો કે નહીં.

સર્વિસ ચાર્જને લઈને એક ઘટનામાં અદાલતે હોટેલના માલિકને દોષી ઠેરવ્યો છે. ઘટના બની હતી દિલ્હીમાં આવેલાં કન્નોટ પ્લેસની એક હોટેલમાં જેમાં કુલ નાણાં 22814નું બિલ ગ્રાહકને આપવામાં આવ્યું હતું. ગ્રાહક પોતે વકીલ હોવાથી અને પોતે કાયદાથી પરિચિત હોવાથી તેમણે બિલમાં રહેલાં વધારાનાં 1917 સર્વિસ ચાર્જના રુપિયા ચુકવવાની ના પાડી દીધી હતી.

હોટેલના માલિક અને ત્યાનાં સ્ટાફે ગ્રાહક તરીકે જમવા ગયેલાં વકિલને બિલ સાથે સર્વિસ ચાર્જ ચુકવવાની ફરજ પાડી હતી. આથી તેમણે કાયદો બતાવીને તે સર્વિસ ચાર્જની રકમ ચુકવવાની ના પાડી દીધી. હોટેલના સ્ટાફ દ્વારા વધુ દબાણ કરવામાં આવતાં તેમને ત્યાં સર્વિસ ચાર્જના રુપિયા ચુકવી દીધા હતાં.

હોટેલના માલિક દ્વારા ફરજીયાતપણે સર્વિસ ચાર્જ ચુકવવાના કેસમાં વકિલ રાકેશ ભારદ્રાજે ગ્રાહક અદાલતમાં દાવો કર્યો. તેમના દાવાને આધારે કોર્ટે હોટેલના માલિકને સર્વિસ ચાર્જ પરત આપવાની સાથે 5100 રુપિયા ગ્રાહક સુરક્ષા મંડળમાં જમા કરવા આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે વિવિધ હોટેલમાં ફરજીયાત સર્વિસ ચાર્જ લેવામાં આવે છે પણ જો નિયમની વાત કરીએ તો એવું છે કે ગ્રાહક ઈચ્છે તો જ સર્વિસ ચાર્જ આપવાનો રહે છે. સર્વિસ ચાર્જને લઈને હોટેલ કોઈ જ ગ્રાહક પર પોતાનું દબાણ કરી શકે નહીં.

TV9 Gujarati

 

સર્વિસ ચાર્જને લઈને સરકાર દ્વારા 21 એપ્રિલ 2017માં માર્ગદર્શિકા પ્રકાશિત કરાઈ હતી જેમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે સર્વિસ ચાર્જ ખાણી-પીણીના બિલ પર આપવો ફરજીયાત નથી, તે આપવો કે ન આપવો તેનો આધાર ગ્રાહક પર છે. જો ફરજિયાત આ સર્વિસ ચાર્જની માગણી કરાઈ તો ગ્રાહક અદાલતમાં તે બાબતે દાવો કરી શકે છે.

[yop_poll id=855]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]