Property News: કોરોનાને કારણે બદલાયો હોમબાયર્સનો મૂડ, રેડી-ટુ-મૂવ ફ્લેટ્સ પહેલી પસંદગી, મોંઘા ઘરોમાં વધ્યો રસ

|

Sep 04, 2021 | 6:53 AM

એફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારાઓનો રસ ઘટ્યો છે. 34 ટકા ઘર ખરીદનારાઓએ કહ્યું કે તેઓ 90 લાખથી 2.5 કરોડનું ઘર જોઈ રહ્યા છે. એફોર્ડેબલ હાઉસિંગમાં માત્ર 27 ટકા લોકોએ રસ દાખવ્યો.

Property News: કોરોનાને કારણે બદલાયો હોમબાયર્સનો મૂડ, રેડી-ટુ-મૂવ ફ્લેટ્સ પહેલી પસંદગી, મોંઘા ઘરોમાં વધ્યો રસ
માત્ર 21 ટકા લોકોને જનવા પ્રોજેક્ટમાં રસ.

Follow us on

Property News: દેશમાં ઘર ખરીદવાની (Home Buyer) યોજના ધરાવતાં આશરે 80 ટકા ખરીદદારો માત્ર સંપૂર્ણ રીતે તૈયાર થયેલા મકાનો અથવા ફ્લેટ (Flat) ખરીદવા માંગે છે જેમનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે, જ્યારે લગભગ 20 ટકા ગ્રાહકો નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સમાં ફ્લેટ ખરીદવા માંગે છે.

ઇન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટના એક  સર્વે મુજબ, ઘર ખરીદનારા સંભવિત ગ્રાહકો સૌ પ્રથમ ઘરની કિંમતને  મહત્વ આપે છે, ત્યારબાદ ડેવલોપરની વિશ્વસનીયતા, પ્રોજેક્ટની ડિઝાઇન અને તેના સ્થાનને ધ્યાને લે છે. સીઆઈઆઈ અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન આ ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 4,965 લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે કે 32 ટકા સંભવિત ઘર ખરીદનારાઓની પસંદગી તૈયાર ઘર ખરીદવાની છે અને 24 ટકા  એવા લોકો છે જે છ મહિનામાં તૈયાર થઈ જાય તેવી પ્રોપર્ટી ખરીદવા માટે તૈયાર છે.

નવા પ્રોજેક્ટમાં ઓછો રસ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

23 ટકા લોકો એક વર્ષમાં તૈયાર થઈ જનારી મિલકતો ખરીદવામાં અચકાશે નહીં. સર્વેમાં સામેલ માત્ર 21 ટકા લોકોએ કહ્યું કે તેઓ નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સમાં જ ફ્લેટ ખરીદવા માંગે છે. CII અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટે કહ્યું કે કોવિડ -19 મહામારીએ  ઘર ખરીદનારાઓની પ્રાથમિકતાઓમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેરને રહી છે.

સસ્તા ઘર માટે ઓછી પ્રાથમિકતા

પ્રોપર્ટી કન્સલ્ટન્ટના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “પ્રથમ વખત, એફોર્ડેબલ હાઉસિંગ લોકોની સૌથી ઓછી પ્રાથમિકતા આપવામાં આવી રહી  છે. આ સર્વેમાં 34 ટકાથી વધુ ખરીદદારોએ 90 લાખથી 2.5 કરોડની કિંમતની મિલકતો ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સર્વેમાં જાણવા મળ્યું છે કે 35 ટકા ખરીદદારોએ 45 થી 90 લાખની વચ્ચે પ્રોપર્ટી ખરીદવાની તૈયારી દર્શાવી છે. માત્ર 27 ટકા ખરીદદારો સસ્તી (45 લાખ રૂપિયાથી ઓછી) પ્રોપર્ટી ખરીદવાનું સમર્થન  કર્યું છે.

બજેટ વાળા ઘરને લઈને રસ ઓછો

ગયા વર્ષના બીજા ભાગમાં કરવામાં આવેલા એક સર્વેમાં લગભગ 36 ટકા ઘર ખરીદનારાઓએ પોસાય તેવી મિલકત ખરીદવાનો આગ્રહ રાખ્યો હતો. આ સર્વેમાં ભાગ લેનાર સહભાગીઓ અનુસાર આકર્ષક કિંમત એ તેમના માટે સૌથી મહત્વની પ્રાથમિકતા છે. તે પછી પ્રોજેક્ટના ડેવલપરની વિશ્વસનીયતા બીજી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સર્વેમાં 77 ટકા લોકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Reliance એ તોડયા તમામ રેકોર્ડ, શેર 2400 રૂપિયા નજીક પહોંચ્યો , આગામી સમયમાં કેવું રહેશે પ્રદર્શન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો :  Maharashtra: નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કરવાના આરોપમાં બે દુકાનદારો નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું – કોઈ પુરાવા નથી

Next Article