આપણાં આ પાડોશી દેશમાં આર્થિક સંકટના ભણકારા, તેલ ખરીદવા પણ પૈસા નથી! ભારત પાસે 50 કરોડ ડોલરની માંગી લોન

|

Oct 24, 2021 | 9:38 AM

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટી જાહેર કરી હતી. વધતી મોંઘવારીના કારણે તેણે આ પગલું ભર્યું હતું. દેશના ચલણમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

આપણાં આ પાડોશી દેશમાં આર્થિક સંકટના ભણકારા, તેલ ખરીદવા પણ પૈસા નથી! ભારત પાસે 50 કરોડ ડોલરની માંગી લોન
economic crisis in Sri lanka

Follow us on

શ્રીલંકાની સરકારે જણાવ્યું છે કે તે વિદેશી મુદ્રાની કટોકટી વચ્ચે તેલ ખરીદી માટે ચૂકવણી કરવા માટે ભારત પાસેથી 50 કરોડ ડોલરની લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે સ્થાનિક ઉર્જા મંત્રી ઉદય ગમનપિલાએ જણાવ્યું હતું કે, “લોન પ્રસ્તાવ મંજૂરી માટે નાણા વિભાગને મોકલવામાં આવ્યો છે ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.”

ઉદય ગમનપિલાએ કહ્યું કે કેબિનેટે ઈંધણ ખરીદવા માટે ઓમાન પાસેથી 3.6 અબજ ડોલરની લોન મંજૂર કરી દીધી છે. ગમનપિલાએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશી મુદ્રા સંકટ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વચ્ચે દેશમાં ઈંધણની વર્તમાન ઉપલબ્ધતા આવતા વર્ષના જાન્યુઆરી સુધીની ખાતરી આપી શકાય છે. દેશની પેટ્રોલિયમ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) દ્વારા ઈંધણના ભાવમાં વધારાની આશંકાને ધ્યાનમાં રાખીને ગુરુવારથી દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે.

તેલની આયાતના બિલમાં નોંધપાત્ર વધારો થયો છે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી રહી છે. અત્યારે તે 85 ડોલરની નજીક છે. આ કારણે શ્રીલંકાને તેલની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશની ઓઈલ પેમેન્ટ 41.5 ટકા વધીને 2 અબજ ડોલર થઈ ગઈ છે. નાણાપ્રધાન તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે મહામારીને કારણે પર્યટન અને પ્રેષણને અસર પહોંચતા દેશની કમાણી ઘટી છે. શ્રીલંકા ગંભીર વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આર્થિક કટોકટીની ઘોષણા
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટી જાહેર કરી હતી. વધતી મોંઘવારીના કારણે તેણે આ પગલું ભર્યું હતું. દેશના ચલણમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

અર્થતંત્ર પ્રવાસન અને ચાની નિકાસ પર આધારિત છે
શ્રીલંકાનું અર્થતંત્ર પર્યટન અને ચાની નિકાસ પર ઘણું નિર્ભર છે. રોગચાળાને કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. રાજપક્ષેએ કહ્યું કે બાહ્ય સંકટ સિવાય ઘરેલું મોરચે પણ સંકટ છે. દેશની આવક ઘટી રહી છે જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો :  શું તમે પ્રોપર્ટીના રોકાણ કરવા વિચારી રહ્યા છો? ખરીદી પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો ચોક્કસ લાભમાં રહેશો

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, સતત પાંચમા દિવસે ઇંધણ મોંઘુ થયું, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Published On - 9:35 am, Sun, 24 October 21

Next Article