HDFC Cash Deposit Charges : ખાતામાં પૈસા જમા કરવા માટે બેંક લેશે વધુ ચાર્જ, વાંચો વિગતવાર

|

Oct 20, 2022 | 7:00 AM

HDFC બેંક લિમિટેડના બીજા ક્વાર્ટરના પરિણામો તાજેતરમાં આવ્યા હતા. પરિણામો અનુસાર સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો 20 ટકા વધીને રૂ. 10,606 કરોડ થયો છે. બેંકની ચોખ્ખી વ્યાજ આવક (NII) પણ 19 ટકા વધીને રૂ. 21,021 કરોડ થઈ છે.

HDFC Cash Deposit Charges : ખાતામાં પૈસા જમા કરવા માટે બેંક લેશે વધુ ચાર્જ, વાંચો વિગતવાર
HDFC Ltd hiked loan interest rates

Follow us on

HDFC Cash Deposit Charges : જો તમારું ખાતું દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની HDFC બેંક (HDFC Bank) માં છે ત્યારે આ સમાચાર તમારા માટે અગત્યના છે. બેંકે રોકડ જમા કરાવવાના ચાર્જમાં વધારો કર્યો છે. આ બેંકના દેશભરમાં લાખો ગ્રાહકો છે અને તેઓ દરરોજ વ્યવહારો કરે છે. નિયમના ફેરફારની ગ્રાહકો ઉપર સીધી અસર પડશે.આ નિયમ 1લી નવેમ્બરથી લાગુ થશે. એચડીએફસી બેંકે છેલ્લા દિવસોમાં MCLR આધારિત લોન પર વ્યાજ દરમાં વધારો કર્યા બાદ હવે બેંકે રોકડ થાપણો પર ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. બેંક દ્વારા વધેલા ચાર્જ 1 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. કેશ ડિપોઝીટ પરના આ શુલ્ક ફ્રી લિમિટ ખતમ થયા પછી વસૂલ કરવામાં આવશે.

આ ખાતાઓ પર ચાર્જીસ લાગશે

એચડીએફસી બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મોટાભાગના ચાર્જીસ કરંટ એકાઉન્ટ, એસેટ કરંટ એકાઉન્ટ, એક્ટિવ કરંટ એકાઉન્ટ, પ્લસ કરંટ એકાઉન્ટ, પ્રીમિયમ કરંટ એકાઉન્ટ છે.રેગ્યુલર એકાઉન્ટ, એગ્રી કરન્ટ એકાઉન્ટ, ટ્રેડ કરન્ટ એકાઉન્ટ , ફ્લેક્સી કરન્ટ એકાઉન્ટ, હોસ્પિટલ/નર્સિંગ હોમ, મર્ચન્ટ એડવાન્ટેજ કરન્ટ એકાઉન્ટ વગેરે ઉપર લાગુ પડશે.

આ રીતે ચૂકવણી કરવી પડશે

બેંક તરફથી પ્રથમ ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન પર 3 રૂપિયા પ્રતિ 1000 અથવા ઓછામાં ઓછા 50 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે 1 નવેમ્બરથી બેંક દ્વારા પ્રતિ 1000 રૂપિયા 3.5 વસૂલવામાં આવશે. જો કે, પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ માત્ર 50 રૂપિયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બચત ખાતા પર કોઈ ચાર્જ નથી

તમને જણાવી દઈએ કે HDFC બેંકે આવા કરન્ટ એકાઉન્ટ ધારકોના ચાર્જમાં વધારો કર્યો છે. જેમણે ચોક્કસ સેવા લીધી છે. બેંક તરફથી બચત ખાતા પરના ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ એક્સિસ બેંક, SBI, ICICI બેંક અને ફેડરલ બેંકે MCLR પર આધારિત વ્યાજ દરમાં વધારો કર્યો છે.

HDFC બેંકના બીજા ક્વાર્ટરના પરિણામોના નફામાં 20%નો વધારો

HDFC બેંક લિમિટેડના બીજા ક્વાર્ટરના પરિણામો તાજેતરમાં આવ્યા હતા. પરિણામો અનુસાર સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો 20 ટકા વધીને રૂ. 10,606 કરોડ થયો છે. બેંકની ચોખ્ખી વ્યાજ આવક (NII) પણ 19 ટકા વધીને રૂ. 21,021 કરોડ થઈ છે. બીજા ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો અને ચોખ્ખી વ્યાજની આવક (NII) બંને વિશ્લેષકોના અંદાજ કરતાં ઓછી છે.નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં બેન્કનું મુખ્ય ચોખ્ખું વ્યાજ માર્જિન બેન્કની ચોખ્ખી સંપત્તિના 4.1 ટકા પર મોટે ભાગે ફ્લેટ રહ્યું હતું.

 

Published On - 7:00 am, Thu, 20 October 22

Next Article