શું તમે તાજેતરમાં મારુતિની કાર ખરીદી છે? આ સમસ્યાના કારણે કંપની 87000 કાર પરત મંગાવી રહી છે

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા મંગાવ્યા છે. આ અંગે શેરબજારને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત Maruti S Presso અને મારુતિ EECO વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે.

શું તમે તાજેતરમાં મારુતિની કાર ખરીદી છે? આ સમસ્યાના કારણે કંપની 87000 કાર પરત મંગાવી રહી છે
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:45 AM

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા મંગાવ્યા છે. આ અંગે શેરબજારને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત Maruti S Presso અને મારુતિ EECO વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા મંગાવાનું શરૂ કર્યું છે.

કંપનીને વારંવાર ફરિયાદ મળતી હતી

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. મારુતિના વાહનોના 87599 યુનિટ પાછા મંગાવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનો નિર્ણય લેવાયો

કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની મારુતિ S-Presso અને Eeco માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જો તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 17,362 વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે 7,213 વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ 87000થી વધુ વાહનોને પરત મંગાવાયા છે.

અગાઉ પણ આવા પગલાં ભરાયા છે

હાલના સમયમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી મોટી રિકોલ પૈકીની એક છે. સપ્ટેમ્બર 2021માં કંપનીએ ખામીયુક્ત મોટર જનરેટર યુનિટને બદલવા માટે Ciaz, Vitara Brezza અને XL6 સહિત વિવિધ મોડલ્સના પેટ્રોલ ટ્રિમના 1,81,754 યુનિટ પાછા મંગાવ્યા હતા. જુલાઇ 2020 માં ઓટોમેકરે ખામીયુક્ત ઇંધણ પંપનું નિરીક્ષણ કરવા અને બદલવા માટે WagonR અને Baleno મોડલના 1,34,885 યુનિટ પાછા મંગાવ્યા હતા.એ જ રીતે ડિસેમ્બર 2019 માં, કંપનીએ જાહેરાત કરી હતી કે તે ખામીયુક્ત મોટર જનરેટર યુનિટ (MGU) ને સુધારવા માટે Ciaz, Ertiga અને XL6 મોડલના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ (SHVS) વેરિઅન્ટના 63,493 યુનિટ પાછા મંગાવ્યા હતા.

આ તમામ વચ્ચે સોમવારે મારુતિ સુઝુકીનો શેર BSE પર 0.75 ટકા ઘટીને ₹9,694.70 પર બંધ થયો હતો.

Published On - 7:45 am, Tue, 25 July 23