શું તમને સુમન મહાજન, સુસ્મિતા નાગ અને તુષાર કાંતિ મંડલ તરફથી શેરબજારમાં રાતોરાત કરોડપતિ બનાવવાની ઓફર મળી છે? વાંચો NSE ની આ ચેતવણી

|

Jun 12, 2023 | 7:17 AM

Share Market Fraud Alert : અવારનવાર એવી ફરિયાદો આવે છે કે ભેજાબાઓએ શેરબજારમાંથી કમાણી કરીને થોડા દિવસોમાં અમીર થવાના સપના બતાવ્યા અને લોકો તેમના લોભનો શિકાર બની જાય છે. મોટા સ્ટોક એક્સચેન્જોમાંના એક NSEએ તાજેતરમાં રોકાણકારોને આ સંદર્ભે ચેતવણી આપી છે.

શું તમને સુમન મહાજન, સુસ્મિતા નાગ અને તુષાર કાંતિ મંડલ તરફથી શેરબજારમાં રાતોરાત કરોડપતિ બનાવવાની ઓફર મળી છે? વાંચો NSE ની આ ચેતવણી

Follow us on

લોકો ઘણીવાર ઝડપથી અમીર બનવાની લાલચમાં કંગાળ બની જાય છે અને આ પ્રક્રિયામાં તેઓ છેતરપિંડી(Fraud)નો શિકાર બને છે. શેરબજારમાં પણ આવા કિસ્સાઓ ખૂબ જોવા મળે છે. અવારનવાર એવી ફરિયાદો આવે છે કે ભેજાબાઓએ શેરબજારમાંથી કમાણી કરીને થોડા દિવસોમાં અમીર થવાના સપના બતાવ્યા અને લોકો તેમના લોભનો શિકાર બની જાય છે. મોટા સ્ટોક એક્સચેન્જોમાંના એક NSEએ તાજેતરમાં રોકાણકારોને આ સંદર્ભે ચેતવણી આપી છે. ડબ્બા ટ્રેડિંગ કર પૈસા પડાવ્યા છે. છેતરપિંડીની શક્યતાઓ વધુ હોય છે અને આવા કિસ્સાઓમાં રોકાણકારો પાસે ક્યાંય ફરિયાદ કરવાનો વિકલ્પ હોતો નથી.

આ કંપનીઓના નામનો દુરુપયોગ

મુખ્ય શેરબજાર NSE વારંવાર આવી બાબતો અંગે રોકાણકારોને ચેતવણી આપે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ મૂડી બજારના વેપારીઓ અને સામાન્ય લોકોને સમયાંતરે આવી છેતરપિંડી વિશે ચેતવણી આપતું રહે છે. NSE વારંવાર વેપારીઓ અને રોકાણકારોને અજાણ્યા વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા ગેરંટીકૃત વળતર અથવા અન્ય આકર્ષક ઑફર્સના વચનોનો શિકાર ન થવા માટે વારંવાર કહે છે. તાજેતરના કેસમાં જે ચોંકાવનારી બાબત સામે આવી છે જેમાં ઠગ ઝેરોધા અને એન્જલ વન જેવી કંપનીઓના નામનો દુરુપયોગ કરી રહ્યા છે.

આ ત્રણ નામથી સાવચેત રહો

NSE એ લોકોને ત્રણ વ્યક્તિઓથી સાવધ રહેવા કહ્યું છે જેઓ સુમન મહાજન, સુસ્મિતા નાગ અને તુષાર કાંતિ મંડલ છે જેઓ એન્જલ વન ઇન્ડસ્ટ્રી, ઝેરોધા ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી, ડ્રીમ સોલ્યુશન, ડ્રીમ સોલ્યુશન સ્ટોક બ્રોકિંગ સર્વિસ, નેચરલ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ, ડ્રીમ સોલ્યુશન, નેચરલ હેલ્થ કેર હેલ્થ સોલ્યુશન્સ , નેચરલ હેલ્થ કેર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ નેચરલ હેલ્થ કેર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ જેવા નામોનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવીરહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 13-04-2025
Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે

એન્જલ વન અને ઝેરોધા સાથે કોઈ સંબંધ નથી

NSE એ સ્પષ્ટતા કરી છે કે નામવાળી વ્યક્તિઓ અને સંસ્થાઓ NSE ના સભ્ય તરીકે રજીસ્ટર્ડ નથી અને ન તો તેઓ NSE રજિસ્ટર્ડ સભ્ય દ્વારા અધિકૃત છે. તે જ સમયે, એન્જલ વન અને ઝેરોધા બ્રોકિંગે પણ સ્ટોક એક્સચેન્જોને સ્પષ્ટતા કરી છે કે ઉપરોક્ત વ્યક્તિઓ અથવા સંસ્થાઓ તેમની સાથે કોઈપણ રીતે સંકળાયેલા નથી.

ડબ્બા ટ્રેડિંગ દ્વારા છેતરપિંડી કરાય છે

અગાઉ એનએસઈએ રોકાણકારોને વળતરની બાંયધરી આપતી વખતે ડબ્બા ટ્રેડિંગ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે ચેતવણી આપી હતી. ડબ્બા ટ્રેડિંગ એ શેરના વ્યવહારની ગેરકાયદેસર રીત છે. આમાં ઓપરેટરો સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મની બહાર શેર ખરીદે છે અને વેચે છે. આવા કિસ્સાઓમાં છેતરપિંડીની શક્યતાઓ વધુ હોય છે અને આવા કિસ્સાઓમાં રોકાણકારો પાસે ક્યાંય ફરિયાદ કરવાનો વિકલ્પ હોતો નથી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article