જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (PPF Account) મહિનાઓથી બંધ છે, તો તેને ફરીથી શરૂ કરવું વધુ હિતાવહ રહેશે. PPF ના સુરક્ષિત રોકાણ અને બમ્પર વળતરને ધ્યાનમાં રાખીને તેને ફરીથી શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સરકાર સમર્થિત યોજનામાં સારું વ્યાજ પણ ઉપલબ્ધ છે જેથી તમારી જમા થયેલી મૂડીમાંથી થોડી રકમને મોટી રકમમાં ફેરવી શકાય. પરંતુ આ માટે તમારે બંધ પીપીએફ એકાઉન્ટને ફરીથી શરૂ કરવું પડશે જે માટે દંડ અને એરીયરનું થોડું મથામણ છે. તેનો એક ખાસ નિયમ છે જેને અનુસરીને તમે પીપીએફ એકાઉન્ટ ફરીથી શરૂ કરી શકો છો.
નિયમો મુજબ નિષ્ક્રિય પીપીએફ ખાતાને ફરી શરૂ કરવા માટે ખાતાધારકે બંધ થયા બાદ દર વર્ષે 500 રૂપિયાની ડિપોઝિટ સાથે અરજી સબમિટ કરવી પડશે. આ ઉપરાંત દર વર્ષે 50 રૂપિયા દંડની રકમ પણ ચૂકવવી પડશે. 500 રૂપિયાની રકમને એરિયર્સ કહેવામાં આવે છે કારણ કે આ તે રકમ છે જેના કારણે વ્યક્તિ PPF એકાઉન્ટ શરૂ કરી શકે છે.
PPF નિયમો જણાવે છે કે જો તમે તમારી PPF ટર્મના કોઈપણ વર્ષમાં લઘુત્તમ ડિપોઝિટની રકમ નહીં ચૂકવો તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તમે પૈસા જમા કરાવવાનું ભૂલી ગયા હશો અથવા કોઈ નાણાકીય કટોકટીને કારણે આમ કરી શક્યા નથી. તેને જોતા હવે એકાઉન્ટ ફરીથી શરૂ કરવાનો નિયમ સરળ કરવામાં આવ્યો છે. અગાઉ આ નિયમ થોડો મુશ્કેલ હતો.
બંધ PPF એકાઉન્ટ કેવી રીતે શરૂ કરવું
ઉદાહરણ સાથે સમજો
ધારો કે તમે તમારી PPF ટર્મનું 10મું વર્ષ પૂર્ણ કર્યું છે. તમે પ્રથમ 7 વર્ષ માટે દર વર્ષે રૂ 500+ જમા કરાવ્યા હતા અને છેલ્લા 3 વર્ષમાં કોઈપણ કારણસર જમા કરાવવામાં સક્ષમ ન હતા. એકાઉન્ટને એક્ટિવ કરવા માટે તમારે આ ચૂકવણી કરવી પડશે
આ ઉપરાંત જો તમે નવા નાણાકીય વર્ષ માટે PPF ચાલુ રાખવા માંગતા હોવ તો તમારે 11મા વર્ષ માટે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા પડશે.
આ પણ વાંચો : Share Market Outlook : આ સપ્તાહે કેવી રહેશે શેરબજારની ગતિ? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
આ પણ વાંચો : આને કહેવાય ખરી બેંક! માંગ્યા વગર 84000 ગ્રાહકોને આપી દીધી લોન, સવાલ ઉભા થયા તો જવાબ જાણો શું આપ્યો