
ટાટા ગ્રુપ(TATA GROUP)ની સૌથી મોટી કંપની TCS બાદ હવે ટાટા સ્ટીલ (TATA STEEL)કંપનીએ પણ 38 કર્મચારીઓની છટણી કરી છે. આ કારણે કંપનીના તમામ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ટાટા કંપનીમાં કામ કરવું એ સરકારી નોકરી સમાન ગણાતું હતું જેમાં લોકોએ ક્યારેય તેમની નોકરી ગુમાવી નથી પરંતુ કંપનીએ મોટા ફેરફારો સાથે કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટાટા સ્ટીલ અને ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનનું કહેવું છે કે ટાટા સ્ટીલ દ્વારા જે 38 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તેમાંથી 3 કર્મચારીઓ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ હતો. આ કર્મચારીઓ અંગે અનેક ફરિયાદો મળી હતી. તપાસ બાદ આ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વાસ્તવમાં ટાટા ગ્રુપે તાજેતરમાં ઘણી કંપનીઓને હસ્તગત કરી છે. આ કારણે બીજી ઘણી કંપનીઓના કર્મચારીઓ પણ ટાટા ગ્રુપનો હિસ્સો બની ગયા છે. હવે ટાટા જૂથની કંપનીઓએ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે.
ટાટા સ્ટીલ અને ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને છટણીના નિર્ણય બાબાતે જણાવ્યું હતું કે કંપનીએ 38 કર્મચારીઓની છટણી કરી છે તેમાંથી 35 કર્મચારીઓને કંપનીના નિયમોના પાલન મામલે બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે 3 કર્મચારીઓ સામે જાતીય ગેરવર્તણૂક બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ કર્મચારીઓ સામે સત્તાનો દુરુપયોગ, હિતોના સંઘર્ષ અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ કરારોનું પાલન ન કરવા બદલ ફરિયાદો મળી હતી. ટાટા સ્ટીલે આ ફરિયાદોની તપાસ કર્યા બાદ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે.
ટાટા સ્ટીલના શેરધારકોની વાર્ષિક બેઠકમાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી કંપનીઓ હસ્તગત કરી છે અને ઓપન કલ્ચર લાવવાનું અભિયાન ચલાવ્યું છે. કર્મચારીઓ મુક્તપણે બોલી શકે છે તેઓ કંપનીમાં નિયમોના ઉલ્લંઘનથી લઈને જાતીય સતામણી વિશે વાત કરી શકે છે. અમે લોકોને તેમની સમસ્યાઓ વિશે જણાવવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છીએ. જેના કારણે ફરિયાદોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 875 ફરિયાદો મળી હતી તેમાંથી 158 વ્હિસલ બ્લોઅર(Whistle Blower) સાથે સંબંધિત હતા, 48 સલામતી સંબંધિત હતા અને 669 HR અને આચરણની ફરિયાદો સાથે સંબંધિત હતા. આ મામલાઓની ફરિયાદની સંખ્યમાં વધારો કંપનીએ સમસ્યાઓ આજુ કરવાં આપેલું અનુકૂળ વાતાવરણનો ભાગ ગણાવ્યું હતું.
Published On - 7:36 am, Fri, 7 July 23