GST Council Meeting: 11 જુલાઈએ GST કાઉન્સિલની મીટિંગ થશે, બેઠકમાં લેવાઈ શકે છે આ મોટા નિર્ણયો

|

Jul 03, 2023 | 5:06 PM

GST હેઠળ નોંધાયેલી ફેક કંપનીઓ અને તેના માલિક સામે પગલા લેવા અને બનાવટી ITC ક્લેમને રોકવા તેમજ તમામ કંપનીઓ માટે એડ્રેસ જિયોટેગિંગને ફરજિયાત બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. દિલ્હી અને હરિયાણામાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે.

GST Council Meeting: 11 જુલાઈએ GST કાઉન્સિલની મીટિંગ થશે, બેઠકમાં લેવાઈ શકે છે આ મોટા નિર્ણયો
GST Council Meeting

Follow us on

GST Council Meeting: GST કાઉન્સિલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે GST કાઉન્સિલની 50મી બેઠક 11 જુલાઈએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની કાઉન્સિલમાં રાજ્યોના નાણા પ્રધાનો ભાગ લેશે. GST કાઉન્સિલમાં ફેક રજિસ્ટ્રેશન અને ઈનપુટ ટેક્સ ક્રેડિટના ક્લેમને રોકવા માટે કડક પગલા લેવામાં આવી શકે છે. આ ઉપરાંત કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસ પરના GOM રિપોર્ટ પર પણ ચર્ચા કરશે.

વેરિફિકેશન દરમિયાન 12,500 ફેક કંપની મળી

GST હેઠળ નોંધાયેલી ફેક કંપનીઓ અને તેના માલિક સામે પગલા લેવા અને બનાવટી ITC ક્લેમને રોકવા તેમજ તમામ કંપનીઓ માટે એડ્રેસ જિયોટેગિંગને ફરજિયાત બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. દિલ્હી અને હરિયાણામાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. તેનો ઉપયોગ કોઈપણ વ્યવસાયની જગ્યાને વેરીફાઈ કરવામાં મદદ કરશે. એવા કેટલાક દાખલા જોવા મળ્યા છે જેમાં એડ્રેસ ફેક હોવાનું સામે આવ્યું છે. વેરિફિકેશન દરમિયાન જાણવા મળ્યું છે કે 12,500 ફેક કંપની મળી આવી છે, જેની જે તે એડ્રેસ પર ઓફિસ જ નથી.

એજન્સીઓએ રૂ. 62,000 કરોડના બોગસ ITC ક્લેમને શોધી કાઢ્યા

આ ઉપરાંત જોખમ ધરાવતી કંપનીઓ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ જરૂરી રહેશે. અત્યારે ઓથેન્ટિકેશન ફક્ત આધાર અને PAN દ્વારા OTP આધારિત છે. નવેમ્બર 2020 થી એક વિશેષ અભિયાન દ્વારા કેન્દ્રીય એજન્સીઓએ રૂ. 62,000 કરોડના બોગસ ITC ક્લેમને શોધી કાઢ્યા છે અને પ્રોફેશનલ ક્ષેત્ર સહિતના 776 લોકોની ધરપકડ કરી છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ પણ વાંચો : Commodity Market Today : ડીઝલની માંગમાં ઘટાડો તો સોના – ચાંદીમાં ઉછાળો,વાંચો કોમોડિટી માર્કેટની લેટેસ્ટ અપડેટ

જીઓએમએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કાઉન્સિલને તેનો રિપોર્ટ સોપ્યો હતો

કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પરના GOM રિપોર્ટની પણ ચર્ચા કરશે અને તેને ટૂંક સમયમાં જુદા-જુદા રાજ્યોમાં સરક્યુલેટ કરશે. જીઓએમએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કાઉન્સિલને તેનો રિપોર્ટ સોપ્યો હતો, પરંતુ કાઉન્સિલે તેને ચર્ચા માટે લીધો નહોતો. આ ઉપરાંત કાઉન્સિલ રેટ તર્કસંગતતા પર મંત્રી જૂથ (GoM) માટે કન્વીનર પણ નક્કી કરશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article