GST Council Meeting: 7 ઓક્ટોબરે યોજાશે GST કાઉન્સિલની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર આવી શકે છે નિર્ણય

|

Oct 05, 2023 | 10:34 AM

બેઠકમાં લેવાતા ઘણા નિર્ણયથી ઘણી ઈન્ડસ્ટ્રીઝને મોટા ઝટકા પણ લાગી શકે છે. કંપનીઓ દ્વારા લોનના બદલામાં ઓફર કરનારી કોર્પોરેટ ગેરંટી પર 18 ટકા GST લગાવવામાં આવી શકે છે. ત્યારે જાણો આની અસર તમારા ખિસ્સા પર શું પડશે?

GST Council Meeting: 7 ઓક્ટોબરે યોજાશે GST કાઉન્સિલની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર આવી શકે છે નિર્ણય
GST Council Meeting

Follow us on

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક બે દિવસ બાદ એટલે કે 7 ઓક્ટોબરે ફરી એક વખત મળવાની છે. GST કાઉન્સિલની 52મી બેઠક શનિવારે યોજાશે. ત્યારે GSTની આ મહત્વની બેઠકમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર લાગનારા 18 ટકા GSTને ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. ત્યારે અનાજ પર પણ GSTના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ સિવાય પણ બેઠકમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તેમાં વીમા સેક્ટરથી લઈને ઓનલાઈન ગેમિંગ પર પણ GSTને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. ત્યારે બેઠકમાં લેવાતા ઘણા નિર્ણયથી ઘણી ઈન્ડસ્ટ્રીઝને મોટા ઝટકા પણ લાગી શકે છે. કંપનીઓ દ્વારા લોનના બદલામાં ઓફર કરનારી કોર્પોરેટ ગેરંટી પર 18 ટકા GST લગાવવામાં આવી શકે છે. ત્યારે જાણો આની અસર તમારા ખિસ્સા પર શું પડશે?

7 ઓક્ટોબરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસીનો પર 28 ટકા ટેક્સ કરવાની સાથે જ બાજરા સહિત અન્ય વસ્તુઓમાં પણ ટેક્સ પુન:ગઠનના પેન્ડિંગ પ્રોપોઝલ્સ અને GST એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના પર પણ વિચાર કરી શકે છે.

આ પણ વાંચો: Electric Vehicle Battery : રિલાયન્સની EV બેટરી આવી ગઈ, ઘરના પંખા અને કુલર પણ ચાલશે

PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો

ત્યારે બાજરીને પ્રોત્સાહન આપવા પર સરકારના ફોક્સને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી GST કાઉન્સિલ બેઠક બાજરી આધારિત ખાદ્ય ઉત્પાદનોને GSTમાંથી મુક્તિ આપવાની મંજૂરી આપી શકે છે. બેઠકમાં ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરીઓ માટે GST દરની પણ ચર્ચા કરવાની સંભાવના છે, જેની પર હાલમાં 18 ટકા GST લાગે છે. તેને ઘટાડીને સરકાર 5 ટકા કરી શકે છે.

GST કાઉન્સિલે રદ કરી આ માગણી

GSTની ફિટમેન્ટ કમિટીએ ઈલેક્ટ્રિક બેટરી, તમ્બાકુની પ્રોડક્ટસ ઓછી કરવાની ઈન્ડસ્ટ્રીની માંગણીને રદ કરી દીધી છે. એક અહેવાલ મુજબ GSTની કાઉન્સિલની બેઠક 7 ઓક્ટોબર શનિવારે યોજાવાની છે. ઈન્ડસ્ટ્રીએ સિગારેટ પર યૂનિફોર્મ એડિશનલ કમ્પનસેશન સેસ/ બીડી પર કમ્પનસેશન સેસ/ સ્મોકલેસ તમ્બાકુ પ્રોડક્ટસ પર એડિશનલ કમ્પનસેશન સેસ અથવા 70 મિમી સુધી સિગારેટ સ્ટિક્સ પર લોવર કમ્પનસેશન સેસની માંગણી કરી હતી. જેના કારણે ફિટમેન્ટ કમિટીએ માંગણી રદ કરી દીધી છે, તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article