સરકારે કોલ ઈન્ડિયા(Coal India)માં ત્રણ ટકા સુધીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ હિસ્સો 1 જૂન એટલે કે આજથી ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે. કંપનીએ શેરબજારને જણાવ્યું કે રિટેલ અને નોન-રિટેલ રોકાણકારો માટે OFS 1 અને 2 જૂને રહેશે. કંપનીએ કહ્યું છે કે ઓફર હેઠળ કંપનીના 9.24 કરોડ શેર એટલે કે 1.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. વધુમાં જો વધારાની બિડ પ્રાપ્ત થાય તો સમાન રકમમાં વેચાણ કરવાનો વિકલ્પ જાળવી રાખવામાં આવ્યો છે. કોલ ઈન્ડિયાનો શેર બુધવારે રૂ. 241.20 પર બંધ થયો હતો. આ કિંમતે કંપનીમાં ત્રણ ટકા હિસ્સાની કિંમત આશરે રૂ. 4,400 કરોડ થશે. આ ઉપરાંત વધુ બિડના કિસ્સામાં સમાન સંખ્યામાં શેર એટલે કે 1.5 ટકા વધુ હિસ્સો વેચવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. બીજી તરફ ગુરુવારે કોલ ઈન્ડિયાના શેરનો ભાવ 4.52 ટકા મુજબ 10.35 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 230.35 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
કોલ ઈન્ડિયાનો આ હિસ્સો 1 જૂનથી ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવી રહ્યો છે. કંપનીની માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિક્રેતાએ 10 રૂપિયાની ફેસ વેલ્યુના 9,24,40,924 ઇક્વિટી શેર વેચવાની ઓફર કરી છે. રિટેલ અને નોન-રિટેલ રોકાણકારો માટે 1 અને 2 જૂને વેચાણ યોજાશે. આ કુલ પેઇડ-અપ શેર મૂડીના 1.5 ટકા છે.
રિટેલ રોકાણકારો 2 જૂને કોલ ઈન્ડિયાની ઓફર ફોર સેલમાં બિડ કરી શકશે. કેન્દ્રની 3 ટકા ઇક્વિટીના ડિસઇન્વેસ્ટમેન્ટમાં 1.5 ટકાના ગ્રીન શૂ વિકલ્પનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં સમાન રકમનો હિસ્સો વેચવા માટે ગ્રીન શૂ વિકલ્પ હશે, એમ CILએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. OFS રૂટ હેઠળ, જાહેર કંપનીઓમાં પ્રમોટરો તેમના શેર વેચી શકે છે અને એક્સચેન્જો માટે બિડિંગ પ્લેટફોર્મ દ્વારા પારદર્શક રીતે તેમનું હોલ્ડિંગ ઘટાડી શકે છે.
OFSનું કદ આશરે રૂ. 4,000 કરોડ છે અને ફ્લોર પ્રાઇસ રૂ. 225 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ કોલ ઈન્ડિયાના વર્તમાન બજાર ભાવ કરતાં લગભગ 7 ટકા ઓછો છે. આ ઓફર કોલસા ઉત્પાદકમાં 1.5 ટકા હિસ્સા માટે 9.24 કરોડ શેર વેચવાની છે.
આ પણ વાંચો : Commodity Market : આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલની કિંમતો પર દબાણ, જાણો કોમોડિટીના ભાવ
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…